Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > બીટા બેબીઝને આવકારવા તૈયાર થઈ જાઓ

બીટા બેબીઝને આવકારવા તૈયાર થઈ જાઓ

Published : 31 December, 2024 06:54 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૨૫ની શરૂઆતથી જન્મ લેનારાં બાળકો ગણાશે જનરેશન બીટાનાં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૨૫ની શરૂઆત જનરેશન બીટાના યુગની પણ શરૂઆત કરશે અને ૨૦૨૫થી ૨૦૩૯ સુધી જન્મ લેનારાં બાળકોને જનરેશન બીટાનાં બાળકો ગણવામાં આવશે. આ વય જૂથ જનરેશન આલ્ફા 
(૨૦૧૦-૨૦૨૪)નું અનુગામી બનશે. બીટા બેબીઝ તરીકે ઓળખાનારાં આ જનરેશનનાં બાળકો અગાઉની જનરેશન કરતાં વધારે પડતા ટેક્નૉલૉજિકલ ઍડ્વાન્સમેન્ટ અને સામાજિક ફેરફારોને જોશે. ૨૦૩૫ સુધીમાં બીટા બેબીઝની સંખ્યા જગતની કુલ વસ્તીના ૧૬ ટકા જેટલી હશે. જનરેશન બીટાના ઘણા લોકો બાવીસમી સદીનો ઉદય જોઈ શકશે એવું ધારવામાં આવે છે. જનરેશન આલ્ફાએ સ્માર્ટ ટેક્નૉલૉજીનો અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) નો વિકાસ અનુભવ્યો છે, જ્યારે જનરેશન બીટા એવા યુગમાં જીવશે જેમાં AI અને ઑટોમેશન રોજબરોજના જીવનમાં સંપૂર્ણપણે છવાયેલાં રહેશે. જોકે આ પેઢીને કલાઇમેન્ટ ચેન્જ, અત્યંત ઝડપી શહેરીકરણ જેવા સામાજિક પડકારો ભોગવવાનું પણ આવશે.


તમે કઈ જનરેશનના છો?
જનરેશન આલ્ફા    ૨૦૧૦ અને ૨૦૧૪ વચ્ચે જન્મ
જનરેશન Z    ૧૯૯૫ અને ૨૦૦૯ વચ્ચે જન્મ
જનરેશન Y    ૧૯૮૦ અને ૧૯૯૪ વચ્ચે જન્મ
જનરેશન X    ૧૯૬૫ અને ૧૯૭૯ વચ્ચે જન્મ
બેબી બૂમર્સ    ૧૯૪૬ અને ૧૯૬૪ વચ્ચે જન્મ
ધ બિલ્ડર્સ    ૧૯૪૬ પહેલાં જન્મ


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2024 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK