ભારતના કુલ ૩,૨૭,૬૪૬ સ્ટુડન્ટ્સમાંથી ૯૧.૧ ટકા તેમને જ્યાં ઍડ્મિશન મળ્યું હતું એ કૉલેજોમાં પહોંચ્યા હતા. બીજા ૧૯,૫૮૨ સ્ટુડન્ટ્સ ‘નો શો’ હતા, મતલબ કે તેઓ કૉલેજમાં પહોંચ્યા નહોતા.
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ ઍન્ડ સિટિઝનશિપ કૅનેડા (IRCC) દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ ૨૦૨૪ના માર્ચ અને એપ્રિલ મહિનામાં કૅનેડામાં ભણવા માટે આવેલા ૫૦,૦૦૦ વિદેશી સ્ડુડન્ટ્સ તેમની કૉલેજમાં પહોંચ્યા જ નહોતા. આ ૫૦,૦૦૦માં ભારતીય સ્ટુડન્ટ્સની સંખ્યા ૨૦,૦૦૦ જેટલી છે. આ સ્ટુડન્ટ્સે કૉલેજ કે યુનિવર્સિટીમાં ઍડ્મિશન લઈ પોતાને રજિસ્ટર કરાવી લીધા હતા, પણ તેઓ ભણવા પહોંચ્યા જ નહોતા. સરકારી પ્રશાસન આ માટે હ્યુમન ટ્રાફિકિંગ થઈ રહ્યું હોવાની શંકા સેવે છે.
ભારતના કુલ ૩,૨૭,૬૪૬ સ્ટુડન્ટ્સમાંથી ૯૧.૧ ટકા તેમને જ્યાં ઍડ્મિશન મળ્યું હતું એ કૉલેજોમાં પહોંચ્યા હતા. બીજા ૧૯,૫૮૨ સ્ટુડન્ટ્સ ‘નો શો’ હતા, મતલબ કે તેઓ કૉલેજમાં પહોંચ્યા નહોતા. ૧૨,૫૫૩ સ્ટુડન્ટ્સ આવ્યા નથી એવી જાણકારી તેમની શૈક્ષણિક સંસ્થાઓએ આપી હતી.
ADVERTISEMENT
આ મુદ્દે જાણકારો જણાવે છે કે આનાં ઘણાં કારણો હોઈ શકે છે. ખોટી જાણકારીના આધારે પ્રવેશ લીધા બાદ કૅનેડા જઈને ખબર પડે તો સ્ટુડન્ટ્સ બીજી કૉલેજોમાં પ્રવેશ મેળવી લેતા હોય છે. આમ કર્યા બાદ તેઓ સરકારી પ્રશાસનને આની જાણકારી આપતા નથી. ઘણી વાર ભણતી વખતે કેટલીક કૉલેજો કામ કરવાની પરવાનગી આપતી નથી, આવા કેસમાં પણ સ્ટુડન્ટ્સ કૉલેજ બદલી લેતા હોય છે.