અમેરિકામાં આ પાઉડરનો ઉપયોગ છેક ૧૯૬૩થી થાય છે અને મુખ્યત્વે કૅલિફૉર્નિયાના જંગલ અને ફાયર-પ્રોટેક્શન વિભાગ દ્વારા એનો ઉપયોગ થાય છે
આગ બુઝાવવા માટે વિમાનોમાંથી પણ આ પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ પાઉડર એક કેમિકલ સબસ્ટન્સ છે જેનું નામ ફોસ-ચેક છે
અમેરિકાના કૅલિફૉર્નિયાનાં જંગલોમાં લાગેલી આગથી અબજો ડૉલરનું નુકસાન થયું છે ત્યારે હવે આ વિસ્તારના લોકો તેમના બંગલાની આસપાસ અને ડ્રાઇવવેમાં ગુલાબી રંગના એક પાઉડરનો છંટકાવ કરતા નજરે પડી રહ્યા છે. આગ બુઝાવવા માટે વિમાનોમાંથી પણ આ પાઉડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ પાઉડર એક કેમિકલ સબસ્ટન્સ છે જેનું નામ ફોસ-ચેક છે. આગ રોકવા અને બુઝાવવા માટે વાપરવામાં આવતા આ કેમિકલમાં ૮૦ ટકા પાણી, ૧૪ ટકા અમોનિયમ ફૉસ્ફેટ જેવા ફર્ટિલાઇઝર સૉલ્ટ અને છ ટકા કલરિંગ એજન્ટ અને કાટ ન લાગે એવા કેમિકલનો સમાવેશ થાય છે. અમેરિકામાં આ પાઉડરનો ઉપયોગ છેક ૧૯૬૩થી થાય છે અને મુખ્યત્વે કૅલિફૉર્નિયાના જંગલ અને ફાયર-પ્રોટેક્શન વિભાગ દ્વારા એનો ઉપયોગ થાય છે. વિશ્વભરમાં પણ આગ રોકવાના એજન્ટ તરીકે એનો ઉપયોગ થાય છે.
આ પાઉડર ઝાડ પર છાંટવાથી આગ ફેલાતી અટકી જાય છે. લાંબા સમય સુધી એ ઝાડ પર રહે છે અને એની વરાળ પણ થતી નથી. આ પાઉડર વૃક્ષો પર છાંટવાથી વૃક્ષોને મળતા ઑક્સિજનની સપ્લાય પણ બંધ થાય છે, પરિણામે આગ ફેલાતી અટકે છે. એમાં ગુલાબી રંગ એટલા માટે મિક્સ કરવામાં આવે છે જેથી ફાયર-ફાઇટર્સ એને બરાબર જોઈ શકે.