મહિલાઓના શોષણ મામલે આરોપી ડૉક્ટરને પહેલાથી જ ત્રણ ઊંમરકેદની સજા મળી ચૂકી છે. આરોપી ડૉક્ટરની ઓળખ મનીષ શાહ (53 વર્ષ) તરીકે થઈ છે. સોમવારે મનીષ શાહને ઓછામાં ઓછી 10 વર્ષની સજાની સાથે બે વાર ઊંમરકેદની સજા સંભળાવવામાં આવી છે.
Crime News
પ્રતીકાત્મક તસવીર
બ્રિટેનની (Britain) ક્રિમિનલ કૉર્ટે ભારતીય મૂળના એક ગુજરાતી ડૉક્ટરને મહિલાઓના શારીરિક શોષણનો દોષી જાહેર કર્યા બાદ તેને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. ડૉક્ટરે 4 વર્ષ દરમિયાન 28 મહિલાઓનું શારીરિક શોષણ કર્યું. મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે, મહિલાઓના શોષણ મામલે આરોપી ડૉક્ટરને પહેલાથી જ ત્રણ ઊંમરકેદની સજા મળી ચૂકી છે. આરોપી ડૉક્ટરની ઓળખ મનીષ શાહ (53 વર્ષ) તરીકે થઈ છે. સોમવારે મનીષ શાહને ઓછામાં ઓછી 10 વર્ષની સજાની સાથે બે વાર ઊંમરકેદની સજા સંભળાવવામાં આવી છે.
આરોપી ડૉક્ટરને ગયા મહિને 4 મહિલાઓ વિરુદ્ધ 25 શારીરિક શોષણના કેસમાં દોષી જાહેર થયો હતો. આરોપી ડૉક્ટરે પૂર્વી લંડન સ્થિત પોતાના ક્લીનિકમાં મહિલાઓનું શોષણ કર્યું. ડૉક્ટરને મહિલાઓના શારીરિક શોષણના 90 કેસમાં પહેલેથી જ ત્રણ વાર ઊંમરકેદની સજા આપવામાં આવી ચૂકી છે. જો કે, બધી સજા સમાનાન્તર ચાલશે. ડૉક્ટરને કુલ 28 મહિલાઓનું 115 વાર શારીરિક શોષણ કરવાનો દોષી છે. પીડિતાએ 15 34 વર્ષ વચ્ચેની મહિલાઓ છે.
ADVERTISEMENT
ડૉક્ટર પર આરોપ છે કે તેણે પોતાની યૌન સંતુષ્ટિ માટે મહિલા દર્દીઓની કારણવગરની ગુપ્તાંગોની તપાસ કરી. સજાની જાહેરાત કરતા ક્રિમિનલ કૉર્ટના જજ પીટર રુકે કહ્યું કે આરોપી હજી પણ મહિલાઓ માટે જોખમ છે અને તેમનો વ્યવહાર તેમની પીડિતાઓને લાંબા સમય માટે માનસિક નુકશાન પહોંચાડી શકે છે. જો કે, પોતાના બચાવમાં ડૉક્ટરે એ જણાવવાનો પ્રયત્ન કર્યો કે તે ખૂબ જ કૅરિંગ ડૉક્ટર છે અને આ કારણે જ તેણે સાવચેતીના પગલા રૂપે મહિલાઓની વધારાની તપાસ કરી.
આ પણ વાંચો : બાપ રે! એર ઈન્ડિયાની ફરી ફજેતી...મહિલા યાત્રીના ભોજનમાં નીકળ્યો પથ્થર
વર્ષ 2020માં કેસની સુનાવણી દરમિયાન આરોપી ડૉક્ટર મનીષ શાહે કંઈપણ ખોટું કરવાની વાતનો અસ્વીકાર કર્યો હતો અને દાવો કર્યો કે જેને શારીરિક શોષણ કહેવામાં આવી રહ્યું છે, તે માત્ર દર્દીઓને બચાવવા માટે કરવામાં આવેલી તપાસ હતી. જો કે, કૉર્ટે તેના આ દાવા સ્વીકાર્યા નહીં અને તેને દોષી જાહેર કરીને આજીવન કારાવાસની સજા સંભળાવી.