Brazil Crime News: આત્મઘાતી હુમલાની ઘટના બાદ તમામ ન્યાયાધીશો અને સ્ટાફને સુરક્ષિત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે
બૉમ્બ બ્લાસ્ટની પ્રતીકાત્મક તસવીર
બ્રાઝિલમાંથી ચોંકાવનારા સમાચાર (Brazil Crime News) સામે આવી રહ્યા છે, અહીં બુધવારની સાંજે એક અજાણ્યા શખ્સએ સુપ્રીમ કોર્ટમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં આ વ્યક્તિએ પોતાની જાતને બોમ્બથી ઉડાવી દઈને આત્મહત્યા કરી લીધી હતી. આ પ્રકારની ઘટના બાદ ચકચાર મચી જવા પામી છે.
ત્યાંના સ્થાનિક સમય અનુસાર સાંજે લગભગ 7.30 વાગ્યે બે જોરદાર ધડાકાઓ (Brazil Crime News) થયા હતા. જ્યારે કોર્ટનું સત્ર સમાપ્ત થયું તેની થોડી જ વારની અંદર બે વિસ્ફોટો થયા હતા. જોકે, ઘટના બાદ તમામ ન્યાયાધીશો અને સ્ટાફને સુરક્ષિત રીતે બિલ્ડિંગમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે. એકબાજુ બ્રાઝિલમાં G20 કોન્ફરન્સની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તેવે સમયે આ પ્રકારે આત્મઘાતી હુમલાની ઘટના બનતા હોબાળો મચી ગયો છે.
ADVERTISEMENT
તપાસ કરતાં કોર્ટની સામેની બાજુએ મળી આવી ડૅડ બૉડી
સુપ્રીમ કોર્ટના બિલ્ડિંગ પાસે પાર્કિંગનો જ્યાં ભાગ હતો ત્યાં આ ઘટના બની હતી. જોત જોતમાં સુપ્રીમ કોર્ટની સામેની બાજુએ બીજો વિસ્ફોટ પણ થયો હતો. જ્યારે અધિકારીઓએ તપાસ કરી ત્યારે સ્થળ પરથી એક ડૅડ બોડી મળી આવી હતી.
પોલીસ તપાસ કરી રહી છે
બ્રાઝિલ (Brazil Crime News)ના `પ્લાઝા ઑફ ધ થ્રી પાવર્સ` આસપાસ આ વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી રહી છે. આ અજાણ્યો વ્યક્તિ સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે આવ્યો હોવો જોઈએ એવું અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, અત્યારે ઘટનાસ્થળે રોબોટ સાથે બોમ્બ નિરોધક દળ તહેનાત કરવામાં આવ્યું છે, ફેડરલ પોલીસે જણાવ્યું હતું કે ટેક્ટિકલ યુનિટ, રેપિડ રિસ્પોન્સ ટીમ અને બોમ્બ સ્ક્વોડના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને વધુ તપાસ હાથ ધરાઇ છે. . અત્યારે તો પોલીસ દ્વારા સુપ્રીમ કોર્ટ, કોંગ્રેસ અને રાષ્ટ્રપતિ મહેલ જય આવેલઆ છે તે વિસ્તારના તમામ પ્રવેશને બંધ કરી દીધો છે.
કોર્ટે એક નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ ઘટના બાદ ન્યાયાધીશોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. બ્રાઝિલ (Brazil Crime News)ના સોલિસિટર જનરલે થયેલા વિસ્ફોટોને ‘હુમલો’ તરીકે ગણાવ્યા છે. જે પ્રથમ વિસ્ફોટ થયો હતો તે પાર્ક કરેલી કારના બૂટમાં થયો હતો. સાથે જ બીજા અહેવાલો અનુસાર બીજો વિસ્ફોટ નજીકના નજીકની શેરીમાં થયો હતો. આ બ્રાઝિલનો એવો વિસ્તાર છે જ્યાં બ્રાઝિલની મુખ્ય સરકારી બિલ્ડિંગો આવેલી છે. આત્મઘાતી હુમલો કરીને મોતને ભેટનાર વ્યક્તિની મૃતક વ્યક્તિની ડૅડ બૉડી કોર્ટની સામેના ચોક પાસે પડેલી મળી આવી હતી. જોકે, જે બીજો વિસ્ફોટ થયો હતો તેની સાથે આ વ્યક્તિનું શું કનેક્શન છે તે સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી. જે ફૂટેજ સામે આવ્યા છે તેની પરથી લાગી રહ્યું છે કે બેઉ બ્લાસ્ટ સુપ્રીમ કોર્ટની બિલ્ડિંગની બહાર માત્ર 20 સેકન્ડની અંદર જ થયા હતા