આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે નજીકના ભવિષ્યમાં બીજેપી જ ભારતમાં નિર્ણાયક રહેશે અને એની મદદ વિના ચીનની વધતી શક્તિને સંતુલિત કરવા માટેના અમેરિકાના પ્રયાસો નિષ્ફળ જ રહી શકે છે
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
બીજેપી દુનિયાની સૌથી મહત્ત્વની ફૉરેન પૉલિટિકલ પાર્ટી છે. અમેરિકન ન્યુઝપેપર વૉલ સ્ટ્રીટ જર્નલમાં વૉલ્ટર રસેલ મીડ દ્વારા લખવામાં આવેલા એક લેખમાં આવો દાવો કરવામાં આવ્યો છે.
આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે ‘અમેરિકાનાં રાષ્ટ્રીય હિતોની દૃષ્ટિએ ભારતની શાસક બીજેપી દુનિયામાં સૌથી મહત્ત્વની ફૉરેન પૉલિટિકલ પાર્ટી છે. જેના વિશે સૌથી ઓછી સમજ રહેલી છે એવી પાર્ટી પણ કદાચ એ જ છે.’
ADVERTISEMENT
૨૦૧૪ બાદ ૨૦૧૯માં સળંગ મળેલી જીત બાદ બીજેપી ૨૦૨૪માં પણ ફરી વિજય મેળવવા જઈ રહી છે. આ લેખમાં જણાવવામાં આવ્યું છે કે નજીકના ભવિષ્યમાં બીજેપી જ ભારતમાં નિર્ણાયક રહેશે અને એની મદદ વિના ચીનની વધતી શક્તિને સંતુલિત કરવા માટેના અમેરિકાના પ્રયાસો નિષ્ફળ જ રહી શકે છે. લેખક મીડ માને છે કે બીજેપીને બિલકુલ સમજવામાં આવી નથી, કેમ કે કેવા રાજકીય અને સાંસ્કૃતિક માહોલમાંથી એનો ઉદય થયો છે એનાથી મોટા ભાગના બિનભારતીયો અજાણ છે.
આ લેખમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે ‘ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની જેમ બીજેપી એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશને વૈશ્વિક મહાશક્તિ બનાવવા ઇચ્છે છે.’