બિપરજૉય કરાચી શહેરથી લગભગ ૬૦૦ કિલોમીટરના અંતરે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ભારતની જેમ પાકિસ્તાનમાં પણ બિપરજૉયનો સામનો કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાનની ઑથોરિટીઝે સિંધ પ્રાંતના નીચાણવાળા કાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સ્થળાંતર શરૂ કર્યું છે. બિપરજૉયના કારણે સમગ્ર પાકિસ્તાનમાં ભારે વરસાદનો ખતરો છે. પાકિસ્તાનની નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીએ ગઈ કાલે જણાવ્યું હતું કે કરાચીના સીવ્યુ રોડને ગઈ કાલે ટ્રાફિક માટે બ્લૉક કરી દેવામાં આવ્યો હતો જેથી લોકો ખુલ્લા દરિયામાં ન જાય. બિપરજૉય આ શહેરથી લગભગ ૬૦૦ કિલોમીટરના અંતરે છે. કરાચીમાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે અને આ સિટીના તમામ બીચ પર એન્ટ્રી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.