કેનેડા(Canada)માં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ (Attack on Hindu Temple In Canada)કરવામાં આવી છે. વિન્ડસર(Windsor BAPS Temple))શહેરમાં અરાજક તત્વોએ શ્રી સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple Canada)ને નિશાન બનાવ્યું છે.
કેનેડા BAPS મંદિર
કેનેડા(Canada)માં ફરી એકવાર હિન્દુ મંદિરમાં તોડફોડ (Attack on Hindu Temple In Canada)કરવામાં આવી છે. કેનેડા (Canada Hindu)માં હિંદુ મંદિરોને નિશાન બનાવી ચૂકેલા ખાલિસ્તાન સમર્થકો પર તોડફોડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસર(Windsor BAPS Temple))શહેરમાં અરાજક તત્વોએ શ્રી સ્વામિનારાયણ મંદિર(Swaminarayan Temple Canada)ને નિશાન બનાવ્યું છે. બુધવારે મોડી રાત્રે કરવામાં આવેલી તોડફોડ દરમિયાન આરોપીઓએ મંદિરની દિવાલો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આતંકવાદી ગણાવતા ભારત વિરોધી સૂત્રો લખ્યા છે. છેલ્લા 9 મહિનામાં આ 5મી ઘટના છે જ્યારે કેનેડામાં કોઈ હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. કેનેડામાં ભારતીય દૂતાવાસે આ ઘટના અંગે સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી છે.
પોલીસના હાથમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ
ADVERTISEMENT
BAPS (Bochasanwasi Shri Akshar Purushottam Swaminarayan )મંદિરની ઘટનાના CCTV ફૂટેજ વિન્ડસર પોલીસ(Windsor)ના હાથમાં છે, જેના આધારે આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. બુધવારે રાત્રે લગભગ 12 વાગ્યાના વીડિયોમાં 2 આરોપીઓ મંદિરની દિવાલ પર સ્પ્રે પેઇન્ટથી સ્લોગન લખતા જોવા મળે છે. તેમના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કરીને વિન્ડસર પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આ ગુનેગારોને પકડે. બંનેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.
વિન્ડસર શહેરમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના એક સ્ટાફે જણાવ્યું કે તેઓ અહીં 20 વર્ષથી કામ કરે છે. આટલા વર્ષોમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. મંદિરની દીવાલો પર લખવામાં આવતી અભદ્ર વાતોથી બધા ચોંકી ગયા છે. તેની માહિતી પોલીસને આપવામાં આવી છે. આ સાથે મંદિરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
WINDSOR POLICE NEWS RELEASE
— Windsor Police (@WindsorPolice) April 5, 2023
Two suspects wanted for hate-motivated graffitihttps://t.co/yOvlYU4ykn@CStoppers with information pic.twitter.com/5bT4ukynSq
આ પણ વાંચો: કૅનેડામાં રામમંદિરની દીવાલો પર ભારતવિરોધી લખાણ લખાયું
કેનેડામાં અગાઉ પણ હિન્દુ પર થયેલા છે હુમલાઓ
ગત વર્ષે નવેમ્બરમાં, બ્રામ્પટન શહેરમાં હિન્દુ મહાસભા મંદિર અને જગન્નાથ મંદિરમાં અલગ-અલગ પ્રસંગોએ તોડફોડ કરવામાં આવી હતી.
15 જાન્યુઆરીએ બ્રેમ્પટન શહેરમાં જ હનુમાન મંદિરમાં તોડફોડની ઘટના બની હતી.
25 જાન્યુઆરીના રોજ, બ્રામ્પટન શહેરમાં જ ગૌરી શંકર મંદિરની તોડફોડને લઈને હિંદુ સમુદાય ઉશ્કેરાયો હતો.
30 જાન્યુઆરીએ મિસિસોગા શહેરના રામ મંદિરમાં તોડફોડ કર્યા બાદ ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.