Bangladesh Violence: શેખ હસીનાએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેમણે તેમની નાની બહેન સાથે, કથિત રીતે સુરક્ષાને પગલે માટે ભારત જવા માટે રવાના થયા છે.
શેખ હસીના (તસવીર સૌજન્ય: મિડ-ડે)
ભારતના પાડોશી દેશ બાંગલાદેશમાં ભારે હિંસાચાર (Bangladesh Violence) ફાટી નીકળ્યો છે. આ બધા વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં જાણવા મળ્યું છે કે હિંસાચાર વચ્ચે બાંગલાદેશન વડા પ્રધાન શેખ હસીનાએ દેશ છોડી દીધું છે અને તે હવે ભારત આવવાના છે એવો અટકળો શરૂ થયો છે. નવી દિલ્હીમાં બાંગ્લાદેશના હાઈ કમિશનના અધિકારીઓની માહિતી મુજબ દેશમાં હિંસા વચ્ચે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું અને તેમણે તેમની નાની બહેન સાથે, કથિત રીતે સુરક્ષાને પગલે માટે ભારત જવા માટે રવાના થયા છે. જો કે, તેઓ ઢાકા છોડવાના છે તે બાબતે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી થઈ નથી.
"આજે લગભગ 2:30 વાગ્યે PM શેખ હસીનાએ આર્મી હેલિકોપ્ટરમાં ગણભવન (PMનું સત્તાવાર નિવાસસ્થાન) છોડ્યું હતું. તેમની નાની બહેન શેખ રેહાના પણ તેમની સાથે છે. તેઓ પશ્ચિમ બંગાળ તરફ જવા નીકળ્યા હતા અને તેઓ દેશ માટે એક સંબોધન રેકોર્ડ કરવા માગતા હતા પણ તે શક્ય બન્યું નહીં,” એમ સૂત્રોએ આપેલી માહિતીને ટાંકીને લખવામાં આવ્યું હતું. શેખ હસીનાએ વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ બાંગલાદેશમાં હવે ત્યાંનું સૈન્ય સરકાર ચલાવી દેશમાં ચાલી રહેલી હિંસાને કાબૂમાં લાવશે. બાંગલાદેશમાં શરૂઆતમાં અમુક જૂથો દ્વારા મળીને સરકારી નોકરીઓમાં 50 ટકા કરતાં વધુનું આરક્ષણ આપવાની સરકારની યોજનાનો વિરોધ કરવા પ્રદર્શન કર્યું હતું અને આગળ જતાં આ વિરોધ પ્રદર્શન હિંસક બનતા આખા દેશમાં હિંસાચર શરૂ થયો છે. આ આરક્ષણને ત્યાંની સર્વોચ્ચ અદાલત દ્વારા પાછી ખેંચી લેવામાં આવી હોવા છતાં હિંસા વધી રહી છે. પીએમ હસીનાએ (Bangladesh Violence) શરૂઆતમાં એવો દાવો કર્યો હતો કે વિદ્યાર્થીઓ ક્વોટા વિરોધ દરમિયાન હિંસામાં સામેલ નહોતા થયા, અથડામણ અને આગચંપી માટે ઇસ્લામિક પાર્ટી જમાત-એ-ઇસ્લામી અને મુખ્ય વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ને જવાબદાર છે. જો કે, રવિવારે નવેસરથી હિંસા પછી, હસીનાએ કહ્યું કે "જે લોકો હિંસા કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદીઓ છે જેઓ રાષ્ટ્રને અસ્થિર કરવા માટે તૈયાર છે." વિદ્યાર્થી જૂથે કટોકટી ઉકેલવા માટે વાતચીત માટે હસીનાની ઓફરને નકારી કાઢી હતી.
ADVERTISEMENT
View this post on Instagram
શેખ હસીનાના રાજીનામાંને પગલે વચગાળાની સરકાર સત્તા સંભાળશે. બાંગ્લાદેશના આર્મી ચીફ (Bangladesh Violence) વકાર-ઉઝ-ઝમાને જણાવ્યું હતું. તેમણે લોકોને સહકાર આપવા અને હિંસાથી દૂર રહેવા પણ કહ્યું. "હું દેશની તમામ જવાબદારી લઈ રહ્યો છું. કૃપા કરીને સહકાર આપો. જેમ જેમ દેશભરમાં વિરોધ ફેલાયો હતો, તેણે કહ્યું હતું કે તેણે આર્મી અને પોલીસ બંનેને કોઈ ગોળીબાર ન કરવા કહ્યું છે. હસીના સરકાર વિરુદ્ધ છેલ્લા બે દિવસથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. દેશ વિવાદાસ્પદ ક્વોટા પ્રણાલીને લઈને ઉગ્ર પ્રદર્શનો જોઈ રહ્યો છે જે 1971ની મુક્તિ યુદ્ધમાં લડનારા નિવૃત્ત સૈનિકોના પરિવારો માટે 30 ટકા નોકરીઓ અનામત રાખે છે. ઝમાને પણ સંયમ રાખવાની વિનંતી કરી અને વિરોધીઓને હિંસા સમાપ્ત કરવા કહ્યું.