બંગલાદેશ સંમિલિતા સનાતની જાગરણ જોતેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ ઢાકા ઍરપોર્ટ પરથી ગયા સોમવારે થઈ હતી. ચટ્ટોગ્રામ કોર્ટે તેમના જામીન નકારી દીધા હતા
બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો અમદાવાદમાં વિરોધ કરી રહેલા ઇસ્કૉનના સંતો
દેશદ્રોહના આરોપો હેઠળ ધરપકડ કરાયેલા હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીનઅરજી વિશે બંગલાદેશની કોર્ટ આવતી કાલે સુનાવણી કરશે. મેટ્રોપૉલિટન સેશન્સ જજ મોહમ્મદ સૈફુલ ઇસ્લામની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે.
બંગલાદેશ સંમિલિતા સનાતની જાગરણ જોતેના પ્રવક્તા ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ ઢાકા ઍરપોર્ટ પરથી ગયા સોમવારે થઈ હતી. ચટ્ટોગ્રામ કોર્ટે તેમના જામીન નકારી દીધા હતા અને મંગળવારે તેમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. કોર્ટની બહાર થયેલી હિંસામાં તેમના વકીલનું મૃત્યુ થયું હતું.