અમેરિકાના સીએટલ શહેરે જાતીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. આ સુધારાના પગલા સામે કેટલાંક હિન્દુ અમેરિકન ગ્રુપે વિરોધ વ્યક્ત કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર (તસવીર: આઈસ્ટોક)
સીએટલ ઃ અમેરિકાના સીએટલ શહેરે જાતીય ભેદભાવ પર પ્રતિબંધ મૂકતો કાયદો પસાર કર્યો છે. આ સુધારાના પગલા સામે કેટલાંક હિન્દુ અમેરિકન ગ્રુપે વિરોધ વ્યક્ત કર્યો હતો. અમેરિકામાં જન્મને આધારે ભેદભાવ કરતી માન્યતાઓને ગેરકાયદે જાહેર કરવાની ચળવણ સાઉથ એશિયનોમાં જોર પકડી રહી છે. વળી કેટલાંક હિન્દુઓ માને છે કે આવી બધી માન્યતાઓ ચોક્કસ સમુદાયને બદનામ પણ કરે છે. ગયા મંગળવારે ૬-૧થી મંજૂર કરાયેલા વટહુકમના સમર્થકોએ કહ્યું હતું કે જાતીય ભેદભાવ રાષ્ટ્રીય અને ધાર્મિક સીમાઓને પાર કરે છે. એથી કાયદાના રક્ષણ વગર જાતીય ભેદભાવનો ભોગ બનેલા લોકોને અમેરિકામાં કોઈ રક્ષણ નહીં મળે. બીજી તરફ આ વટહુકમનો વિરોધ કરી રહેલા લોકોના મતે આવા પગલાને કારણે પૂર્વગ્રહનો ભોગ બનતા લોકો વધુ બદનામ થશે.
યુકે સરકારે બીબીસીનો બચાવ કર્યો
ADVERTISEMENT
લંડન (પી.ટી.આઇ.) ઃ બ્રિટિશ સરકારે બીબીસી અને એની એડિટોરિયલ સ્વતંત્રતાનો સંસદમાં મજબૂતાઈથી બચાવ કર્યો હતો. નોંધપાત્ર છે કે નવી દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં ગયા અઠવાડિયામાં ત્રણ દિવસ સુધી ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે સર્વે ઑપરેશન્સ હાથ ધર્યું હતું. હાઉસ ઑફ કૉમન્સમાં મંગળવારે એક સવાલના જવાબમાં ફૉરેન, કૉમનવેલ્થ અને ડેવલપમેન્ટ ઑફિસના જુનિયર પ્રધાને કહ્યું હતું કે ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા મૂકવામાં આવેલા આરોપો પર બ્રિટિશ સરકાર કમેન્ટ ન કરી શકે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મીડિયા અને અભિવ્યક્તિની આઝાદી મજબૂત લોકશાહીમાં આવશ્યક બાબતો છે.