૧૦ વકીલોએ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી વતી જામીન માટે દલીલો કરી હતી
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી
બંગલાદેશમાં રાજદ્રોહના આરોપસર પકડાયેલા હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારીની જામીનઅરજી ગઈ કાલે ચત્તોગ્રામ મેટ્રોપૉલિટન સેશન્સ જજ દ્વારા રિજેક્ટ કરી દેવામાં આવી છે. આ સાધુની ધરપકડ ૨૫ નવેમ્બરે થઈ હતી. બંગલાદેશની સુપ્રીમ કોર્ટના વકીલ અપૂર્બા ભટ્ટાચાર્ય તથા અન્ય ૧૦ વકીલોએ ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી વતી જામીન માટે દલીલો કરી હતી,
પણ અદાલતે ફેંસલો તેમના પક્ષમાં નહોતો આપ્યો.