કઝાખસ્તાનમાં અઝરબૈજાન ઍરલાઇન્સનું પ્લેન ક્રૅશ : ૬૭માંથી ૩૯ પ્રવાસીનાં મોત, ૨૮ પ્રવાસી બચી ગયા
ક્રૅશ થયેલું પ્લેન
અઝરબૈજાન ઍરલાઇન્સનું બાકુથી ગ્રોન્ઝી શહેર તરફ જઈ રહેલું એક વિમાન કઝાખસ્તાનના અક્તાઉ ઍરપોર્ટ પાસે ગઈ કાલે ક્રૅશ થયું હતું. વિમાન પડતાં પહેલાં આગના ગોળામાં ફેરવાયું હતું અને એના બે ટુકડા થઈ ગયા હતા. આ વિમાનમાં ૬૨ પ્રવાસી અને પાંચ ક્રૂ મેમ્બર સહિત ૬૭ લોકો હતા અને એમાંથી ૨૮ પ્રવાસી બચી ગયા હોવાનું જાણવા મળે છે. આશરે ૩૯ લોકોનાં મૃત્યુ થયાં છે.
ADVERTISEMENT
તૂટી પડેલા પ્લેનમાંથી બહાર નીકળતા બચી ગયેલા લોકો
આ વિમાનમાં ૩૭ પ્રવાસી અઝરબૈજાનના, ૧૬ રશિયાના, ૬ કઝાખસ્તાનના અને ૩ કિર્ગીઝસ્તાનના હતા. પક્ષી ટકરાઈ જવાના કારણે આ વિમાન-દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.