Australia Seaplane Accident: પાઈલટનું મોત થયું છે અને તેની સાથે સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ પણ મોતને ભેટ્યાં છે.
સીપ્લૅનની પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ઓસ્ટ્રેલિયામાંથી ભયાવહ સમાચાર (Australia Seaplane Accident) સામે આવી રહ્યા છે. અહીં એક પ્રવાસી ટાપુ પાસે સી પ્લેન સેસના ૨૦૮ કારવાં ક્રેશ થઈ જતાં ત્રણ લોકોના જીવ ગયા છે. કહેવાઈ રહ્યું છે કે પાઈલટનું મોત થયું છે અને તેની સાથે સ્વિત્ઝર્લેન્ડ અને ડેનમાર્કના બે પ્રવાસીઓ પણ મોતને ભેટ્યાં છે.
અત્યારે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે ટાપુ પર મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવેલાં હતા. આવ્યા સમયે જ અકસ્માત થયો હોઇ તે ખૂબ જ ગંભીર પરિણામ લાવનારો સાબિત થયો છે. ત્યાંની પોલીસ જણાવે છે કે આ જે અકસ્માત થયો છે તે કયા કારણોસર થયો છે તેની તપાસ જારી છે.
ADVERTISEMENT
લગભગ સાત જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા. તે દરમિયાન જ આ મોટી દુર્ઘટના બની છે. આ તમામ લોકો માંથી રોટનેસ્ટ ટાપુ પરથી ટેકઓફ દરમિયાન દુર્ઘટના બાદ માત્ર એક જ પ્રવાસીને બચાવી શકવામાં સફળતા મળી હતી.
ક્યારે બની આ બીના?
પ્રાપ્ત અહેવાલ (Australia Seaplane Accident) અનુસાર સ્વાન રિવર સીપ્લેનની માલિકીનું પ્લૅન રોટનેસ્ટ આઇલેન્ડથી 30 કિલોમીટર પૂર્વમાં પશ્ચિમ ઓસ્ટ્રેલિયા રાજ્યની રાજધાની પર્થમાં તેના બેઝ પર પરત પાછું આવી રહ્યું હતું તે દરમિયાન તે ક્રેશ થયું હતું.
પ્રીમિયર રોજર કૂકે સંવેદના વ્યક્ત કરી
આ કરૂણ દુર્ઘટના બાદ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા રાજ્યના પ્રીમિયર રોજર કૂકે જણાવ્યું હતું કે, "અમારી સંવેદના પીડિતોના પરિવારો અને મિત્રો સાથે છે." ઓસ્ટ્રેલિયન ટ્રાન્સપોર્ટ સેફ્ટી બ્યુરો, એવિએશન ક્રેશ તપાસકર્તા જણાવે છે કે આ દુર્ઘટના સ્થળે નિષ્ણાત તપાસકર્તાઓની ટીમને રવાના કરી દેવામાં આવી છે.
ઉતરવાનું જ હતું તે પહેલાં મોટી દુર્ઘટના બની
Australia Seaplane Accident: આ સી પ્લેન ટેકઑફ લઈ રહ્યું હતું તે સમયે દુર્ઘટના બની હતી. આ પ્લૅન પાણીની સપાટી પર ઉતરવાનું જ હતું ત્યાં તે પલટી ખાઈ જવાને કારણે તે ત્યાં જ ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટના બાદ મોટા પ્રમાણમાં લોકો બોટ પર બેસીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બ્યુરોના ચીફ કમિશનર એંગસ મિશેલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ATSBને જાણ કરવામાં આવી હતી છે. ટેક-ઓફ દરમિયાન ફ્લોટપ્લેનનું પાણી સાથે ઘર્ષણ થવાથી આ દુર્ઘટના બની છે.
આ મામલે અધિકારીઓ જણાવી રહ્યા છે કે ત્રણ ઘાયલ લોકોની સ્થિતિ ખૂબ જ નાજુક છે. તેઓને પર્થ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે સંવેદના વ્યક્ત કરી- ગણાવ્યો ભયંકર અકસ્માત
વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે આ એક્સિડન્ટ (Australia Seaplane Accident)ને ભયંકર ગણાવ્યો હતો. "બધા ઓસ્ટ્રેલિયનોએ આજે સવારે ઉઠતાંની સાથે જ આ ભયાવહ દૃશ્યો જોયાં, આ દુર્ઘટનામાં જે પણ લોકો અસરગ્રસ્ત થયા છે તે તમામ લોકો પ્રત્યે મારી સંવેદના છે.”