આ પ્રાંતના મીરપુરખાસ પ્રદેશના જુદા-જુદા એરિયામાંથી લોકોનું બૈતુલ ઇમાન ન્યુ મુસ્લિમ કૉલોની મદરેસામાં આયોજિત એક કાર્યક્રમમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ૧૦ હિન્દુ પરિવારમાંથી ઓછામાં ઓછા ૫૦ લોકોને મુસ્લિમ બનાવવામાં આવ્યા છે. હિન્દુ ઍક્ટિવિસ્ટે આ સામૂહિક ધર્મપરિવર્તનમાં સરકારની સંડોવણી હોવાનો આરોપ મૂક્યો છે. આ પ્રાંતના મીરપુરખાસ પ્રદેશના જુદા-જુદા એરિયામાંથી લોકોનું બૈતુલ ઇમાન ન્યુ મુસ્લિમ કૉલોની મદરેસામાં આયોજિત એક કાર્યક્રમમાં ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હતું.
આ મદરેસાના કૅરટેકર કારી તૈમુર રાજપૂતે કન્ફર્મ કર્યું હતું કે એક વર્ષની એક બાળકી અને ૨૩ મહિલાઓ સહિત ૧૦ પરિવારના ૫૦ લોકોને મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા. ધાર્મિક બાબતોના પ્રધાન મુહમ્મદ તલ્હા મહમૂદનો દીકરો મોહમ્મદ શમરોઝ ખાન પણ આ ધર્મપરિવર્તન કાર્યક્રમમાં હાજર હતો.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં છ વર્ષની હિન્દુ બાળકીનું શારીરિક શોષણ
ADVERTISEMENT
હિન્દુ ઍક્ટિવિસ્ટ ફકીર શિવા કુચ્ચીએ કહ્યું કે ‘એમ જણાય છે કે આવા ધર્મપરિવર્તનમાં સરકાર પોતે સંડોવાયેલી છે. સ્થાનિક હિન્દુ સમુદાય દ્વારા ધર્મપરિવર્તન વિરુદ્ધ કાયદો લાવવા માટે અનેક વર્ષોથી માગણી કરવામાં આવી છે. સિંધ પ્રાંતમાં ધર્મપરિવર્તન એક ગંભીર મુદ્દો છે. એને રોકવાને બદલે કેન્દ્રીય પ્રધાનનો દીકરો એમાં ભાગ લે છે.’