પહેલી એપ્રિલે સમાપ્ત થતા ત્રણ મહિના માટે આ ટેક જાયન્ટની રેવન્યુ ૯૪.૮ અબજ ડૉલર હતી
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
સળંગ બીજા ક્વૉર્ટરમાં ઍપલની રેવન્યુમાં ઘટાડો થયો છે. જોકે ભારત સહિત ઊભરતા દેશોમાં મજબૂત ડિમાન્ડને કારણે આઇફોનના વેચાણમાં વધારો થયો છે. એક દશકમાં ત્રીજી વખત આઇફોન મેકરે બૅક ટુ બૅક ક્વૉર્ટર્સમાં રેવન્યુમાં ઘટાડો નોંધાવ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર પહેલી એપ્રિલે સમાપ્ત થતા ત્રણ મહિના માટે આ ટેક જાયન્ટની રેવન્યુ ૯૪.૮ અબજ ડૉલર (૭૭૪૬.૧૬ અબજ રૂપિયા) હતી જે આ પહેલાંના વર્ષમાં આ સમયગાળાની સરખામણીમાં ત્રણ ટકા ઓછી છે. વર્ષોવર્ષની સરખામણીમાં નેટ ઇન્કમ પણ ત્રણ ટકા ઘટીને ૨૪.૨ અબજ ડૉલર (૧૯૭૭.૩૯ અબજ રૂપિયા) થઈ છે. આવી સ્થિતિમાં ઍપલે ભારત, ઇન્ડોનેશિયા, લેટિન અમેરિકા અને મધ્ય પૂર્વમાં મજબૂત ગ્રોથ નોંધાવ્યો છે. ઍપલે રિસન્ટ્લી જણાવ્યું છે કે ભારતમાં નવા રીટેલ સ્ટોર્સ શરૂ કરવાની સાથે કંપની સારો બિઝનેસ કરી રહી છે.