શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના ગઠબંધને જોરદાર જીત હાંસલ કરી છે. દિસાનાયકેના નેતૃત્વ હેઠળના ગઠબંધન નૅશનલ પીપલ્સ પાવર (NPP)ને ૨૨૫ બેઠકમાંથી ૧૫૯ સીટ મળી છે
અનુરા કુમારા દિસાનાયક
શ્રીલંકાની સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના ગઠબંધને જોરદાર જીત હાંસલ કરી છે. દિસાનાયકેના નેતૃત્વ હેઠળના ગઠબંધન નૅશનલ પીપલ્સ પાવર (NPP)ને ૨૨૫ બેઠકમાંથી ૧૫૯ સીટ મળી છે, જ્યારે વિપક્ષના નેતા પ્રેમદાસાની પાર્ટીનો ફક્ત ૪૦ સીટ પર જ વિજય થયો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેના સમર્થનવાળા ડેમોક્રૅટિક ફ્રન્ટને માત્ર પાંચ જ બેઠકો મળી છે. અનુરા કુમારા દિસાનાયકેને તામિલ સમુદાયના ગઢ મનાતા ઉત્તર અને પૂર્વ શ્રીલંકામાંથી સારી એવી બેઠકો મળી છે. આ જીતને શ્રીલંકાના ઇતિહાસના સૌથી મોટા વિજયમાંનો એક માનવામાં આવી રહ્યો છે.