સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - મિડ જર્ની)
દક્ષિણ જપાનમાં ગઈ કાલે ૭.૧ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ધરતી ધણધણી ઊઠી હતી. જપાનના ક્યુશુ ટાપુ પર ભૂકંપના બે જોરદાર ઝટકા અનુભવાયા હતા જેને લીધે સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર ૩૦ કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જણાયું હતું. અમેરિકાના જિયોલૉજિકલ સર્વે મુજબ ગઈ કાલે સવારના ૬.૯ની તીવ્રતા અને ૭.૧ની તીવ્રતાના બે જોરદાર ઝટકા અનુભવાયા હતા. જોકે જાનમાલને કોઈ મોટું નુકસાન નહોતું થયું. ભૂકંપને લીધે ક્યુશુ અને શિકોકુ ટાપુ પર એક મીટર કરતાં વધુ ઊંચાઈની સમુદ્રી લહેર ઊઠવાની શકયતાને ધ્યાનમાં રાખીને ચેતવણી જાહેર કરવામાં આવી હતી.