Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > નેપાલના ટીનેજરે ૧૮ વર્ષની ઉંમરે ૮૦૦૦ મીટરથી વધારેના તમામ ૧૪ પર્વતો સર કરીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો

નેપાલના ટીનેજરે ૧૮ વર્ષની ઉંમરે ૮૦૦૦ મીટરથી વધારેના તમામ ૧૪ પર્વતો સર કરીને વર્લ્ડ રેકૉર્ડ કર્યો

Published : 10 October, 2024 01:17 PM | IST | Nepal
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નિમાની સાથે તેના પાર્ટનર પસાંગ નૂરબા શેરપાએ પણ તમામ ૧૪ પીક સર કરી હતી

નિમા રિન્ઝી શેરપા

નિમા રિન્ઝી શેરપા


નેપાલના ૧૮ વર્ષ અને પાંચ મહિનાના નિમા રિન્ઝી શેરપાએ ૮૦૦૦ મીટરથી વધારે હાઇટનાં તમામ ૧૪ શિખર સર કરીને સૌથી નાની વયે આ સમિટ પૂરી કરવાનો વર્લ્ડ રેકૉર્ડ કર્યો છે. ગઈ કાલે વહેલી સવારે તેણે આ પરાક્રમ કર્યા બાદ પોસ્ટ મૂકી હતી કે ‘આજે હું ૮૦૦૦ મીટરની મારી ૧૪મી સમિટની પીક પર ઊભો છું. મારો આ વર્લ્ડ રેકૉર્ડ હું ‘શેરપાપાવર’ નામના મારા પ્રોજેક્ટને સમર્પિત કરું છું.’


નિમાની સાથે તેના પાર્ટનર પસાંગ નૂરબા શેરપાએ પણ તમામ ૧૪ પીક સર કરી હતી. નિમાએ આ સફર સપ્ટેમ્બર ૨૦૨૨માં શરૂ કરીને માત્ર બે વર્ષમાં પૂરી કરી છે. ગયા મહિને ચીને તેને માઉન્ટ શિશાપંગમા સર કરવા માટેની પરવાનગી આપી હતી.



મેં પણ સર કર્યાં તમામ ૧૪ શિખર


નિમાની જેમ જ દાવા યાંગઝુમ શેરપા નામની ૩૩ વર્ષની યુવતીએ પણ બુધવારે ૮૦૦૦ મીટરથી વધારે હાઇટની તમામ ૧૪ પીક સર કરી લીધ છે. આ સમિટ પૂરી કરનારી નેપાલની તે પહેલી મહિલા છે. 


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2024 01:17 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK