અમેરિકાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને અનેક સ્પોટ બિટકૉઇન ઈટીએફને ગયા વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપ્યા બાદ અનેક ઈટીએફ શરૂ થયાં છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઘણી મોટી સંખ્યામાં અમેરિકનો અને એશિયનો ક્રિપ્ટોકરન્સી આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ (ઈટીએફ)માં રોકાણ કરવા ઇચ્છુક હોવાનું હાલમાં એક સર્વેક્ષણમાં જણાઈ આવ્યું છે. ફાઇનૅન્શ્યલ સર્વિસિસ માટેની કંપની – બ્રાઉન બ્રધર્સ હૅરિમૅને આ સર્વેક્ષણ કરાવ્યું હતું. એનું તારણ એ છે કે ૭૫ ટકા અમેરિકનો આગામી ૧૨ મહિનાના ગાળામાં ક્રિપ્ટોકરન્સી આધારિત ઈટીએફમાં રોકાણ વધારવા માગે છે. નોંધનીય છે કે એશિયામાં આ પ્રમાણ ૮૦ ટકા અને યુરોપમાં ૫૬ ટકા છે. અમેરિકાના સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ કમિશને અનેક સ્પોટ બિટકૉઇન ઈટીએફને ગયા વર્ષે જાન્યુઆરીમાં મંજૂરી આપ્યા બાદ અનેક ઈટીએફ શરૂ થયાં છે. પછીથી ઇથેરિયમ પર આધારિત ઈટીએફ પણ શરૂ થયાં છે.

