અમેરિકાના ઉત્તર-પશ્ચિમ ઇન્ડિયાનામાં એક 5 વર્ષના બાળકે તેના 16 મહિનાના ભાઈ પર બંદુક ચલાવી દીધી હતી.
પ્રતિકાત્મક તસવીર
અમેરિકાના ઉત્તર-પશ્ચિમ ઇન્ડિયાનામાં એક 5 વર્ષના છોકરાએ બંદૂક ચલાવી હતી. આ ઘટનામાં 16 મહિનાના તેના ભાઈનું દુઃખદ મૃત્યુ થયું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, બાળકના ઘરમાં કથિત રીતે એક બંદૂક મળી હતી જે તેણે તેના ભાઈ પર ચલાવી હતી. કેપ્ટન બ્રાયન ફિલિપ્સે જણાવ્યું કે આ ઘટના મંગળવારે બની હતી અને લાફાયેટ પોલીસ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે આ વર્ષે જ અમેરિકામાં આવી ડઝનબંધ ઘટનાઓ સામે આવી છે જેમાં નાના બાળકોએ ફાયરિંગની ઘટનાઓને અંજામ આપ્યો છે.
બાળકનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે
ADVERTISEMENT
ઘટના અંગે માહિતી આપતા પોલીસે જણાવ્યું કે ઘટના બની ત્યારે બંને બાળકો એપાર્ટમેન્ટમાં હતા. પોલીસે જણાવ્યું કે 5 વર્ષીય યુવકને એક બંદૂક મળી અને તેણે તેના ભાઈ તરફ ઈશારો કર્યો. તેમણે આ બાબતે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતા કહ્યું કે આ હથિયાર કોનું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ટીપેકેનોઈ કાઉન્ટી કોરોનર કેરી કોસ્ટેલોએ જણાવ્યું હતું કે બુધવારે બાળકના પોસ્ટમોર્ટમમાં ગોળીનો એક જ ઘા હોવાનું બહાર આવ્યું છે, પરંતુ મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: નોકરી ચાલી જતાં એચ-૧બી વિઝાધારકે અમેરિકા છોડવું જ પડે એવી ધારણા ખોટી
આ વર્ષે અમેરિકામાં આવા 5 ડઝન કેસ નોંધાયા છે
પોલીસે જણાવ્યું કે ઘટના સમયે એપાર્ટમેન્ટમાં એક પુખ્ત અને બે બાળકો હાજર હતા. એક 5 વર્ષનો છોકરો કોઈક રીતે હેન્ડગન પકડવામાં સફળ થયો અને તેને તેના નાના ભાઈ પર નિશાન સાધ્યુ. આ ઘટનામાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. એડવોકેસી ગ્રુપ `એવરીટાઉન ફોર ગન સેફ્ટી`ના ડેટા અનુસાર, 2023માં બાળકોએ અત્યાર સુધીમાં 5 ડઝનથી વધુ કેસ અજાણતાં ફાયરિંગ કર્યુ છે. અમેરિકામાં ગોળીબારની આ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા છે જ્યારે 39 લોકો ઘાયલ થયા છે.