એમેઝૉને સોમવારે (20 માર્ચ) આ વાતની જાહેરાત કરી છે. આ પહેલા એમેઝૉન છેલ્લા કેટલાક મહિનામાં 18000 કર્મચારીઓની છંટણી કરી ચૂકી છે.
Layoffs 2023
પ્રતીકાત્મક તસવીર
ઈ-કૉમર્સ કંપની એમેઝૉન આગામી થોડાક અઠવાડિયામાં સેકંડ રાઉન્ડની છંટણીમાં 9000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાનો પ્લાન બનાવી રહી છે. એમેઝૉને સોમવારે (20 માર્ચ) આ વાતની જાહેરાત કરી છે. આ પહેલા એમેઝૉન છેલ્લા કેટલાક મહિનામાં 18000 કર્મચારીઓની છંટણી કરી ચૂકી છે.
એમેઝૉનના CEO એન્ડી જેસી દ્વારા ઇમ્પ્લૉઈઝને મોકલવામાં આવેલા મેમો પ્રમાણે, કંપનીમાં મોટાભાગે નોકરીમાં કાપ AWS (એમેઝૉન વેબ સર્વિસિસ), પીપલ એક્સપીરિયન્સ એન્ડ ટેક્નોલૉજી (PXT), એડવર્ટાઈઝિંગ અને ટ્વિચ જેવા ડિપાર્ટમેન્ટ્સમાં થશે. જેસીએ કહ્યું કે આ ખૂબ જ મુશ્કેલ નિર્ણય છે, પણ કંપનીની લૉન્ગ-ટર્મ સક્સેસ માટે જરૂરી હતું. એન્ડી જેસીએ કહ્યું કે અમેઝૉન કેટલાક સ્ટ્રેટેજિક એરિયાઝમાં હાયરિંગ કરશે.
ADVERTISEMENT
એમેઝૉનનો નિર્ણય કંપની દ્વારા 18 હજાર ઇમ્પ્લૉઈઝની છંટણી કરવાની જાહેરાત કરવાના બરાબર 2 મહિના બાદ આવ્યો છે. નવેમ્બર 2022માં એન્ડી જેસીએ કહ્યું હતું કે કંપની 2023 સુધી અમ્પ્લૉઈઝને કાઢવાનું ચાલુ રાખશે. ત્યારે કંપનીએ જાહેરાત કરી હતી કે ડિવાઈસેસ, બુક્સ બિઝનેસ અને પીએક્સટીમાંથી કર્મચારીઓને કાઢી રહ્યા છે. ત્યાર બાદ તેમણે જાન્યુઆરીમાં કહ્યું હતું કે 18000 ઇમ્પ્લૉઈઝની છટણી કરવામાં આવશે. જેમાં મોટાભાગે છંટણી એમેઝૉન સ્ટોર્સ અને પીએક્સટી ડિપાર્ટમેન્ટ્સમાંથી કરવામાં આવશે.
આ પણ વાંચો : જૂની પેન્શન યોજનાની માગ કરતાં કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી, CM શિંદેએ આપી ખાતરી
નોંધનીય છે કે ગઈકાલે એટલે કે 19 માર્ચ 2023ના રોજ ડિઝ્નીએ પણ પોતાના 4000 કર્મચારીઓની છંટણી કરવાની જાહેરાત કરી હતી.