Aids Vaccine: આ ટેસ્ટિંગમાં દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડાથી ઘણી કિશોરીઓ અને યુવતીઓનો સામેલ કરવામાં આવી હતી, એમ કંપનીએ એક રિપોર્ટમાં કહ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દુનિયામાં એડ્સ, કેન્સર (Aids Vaccine) સાહિત્ત અનેક એવી બીમારીઓ છે જેની દવાઓ કે વેક્સિન બનાવવા માટે અનેક રિસર્ચ સેન્ટરમાં હજારો વૈજ્ઞાનિકો અને ડૉક્ટર્સ દ્વારા અનેક વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેમ છતાં આ લક્ષ્યાંક હજી દૂર છે એવું લાગી રહ્યું છે. તેમ જ અનેક સમયથી એડ્સની વેક્સિન અને દવાઓ માટે પણ એક સંશોધન હાથ ધારવાના આવ્યું હતું જેમાં હવે વૈજ્ઞાનિકોને સફળતા મળી હોવાના સમાચાર છે. સમગ્ર દુનિયા ભરના એઇડ્સના દર્દીઓને એક મોટી રાહત મળે તેવી માહિતી સામે આવી છે. વૈજ્ઞાનિકોએ એચ.આઈ.વી (HIV) નો સંપૂર્ણપણે ઈલાજ માટે વેક્સિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ન્યૂ ઈંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષમાં બે વખત ઈન્જેક્શન દ્વારા આપવામાં આવતી એચઆઈવી-પ્રિવેન્ટિવ દવાએ મહિલા દર્દીઓમાં 100 ટકા પરિણામ આપ્યું છે.
ઉપરાંત, તેમાં સુરક્ષા સંબંધિત કોઈ ખોટા પરિણામ જોવા મળ્યા નથી. વર્ષમાં બે વાર ઇન્જેક્શન તરીકે આપવામાં આવતી એઇડ્સની આ વેક્સિનનું (Aids Vaccine) નામ ‘લેંકાપાવીર’ છે. તે અમેરિકા સ્થિત બાયોફાર્માસ્યુટિકલ કંપની ગિલિયડ સાયન્સ દ્વારા પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સિસ દવા તરીકે વિકસાવવામાં આવી છે. આ દવાઓ એવા લોકોમાં ચેપના ફેલાવને અટકાવે છે જેઓ હજુ સુધી રોગ પેદા કરતા વેક્ટરના સંપર્કમાં આવ્યા નથી. આ ટેસ્ટિંગમાં દક્ષિણ આફ્રિકા અને યુગાન્ડાથી ઘણી કિશોરીઓ અને યુવતીઓનો સામેલ કરવામાં આવી હતી, એમ કંપનીએ એક રિપોર્ટમાં જણાવ્યું હતું. આ સાથે તેમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રી-એક્સપોઝર પ્રોફીલેક્સિસ લેંકાપાવીર શૂન્ય HIV ચેપ અને 100 ટકા પાણીમાં જોવા મળ્યા હતા. HIV અથવા હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ ચેપગ્રસ્ત વ્યક્તિના શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. જો સારવાર ન કરવામાં આવે તો, ચેપ વર્ષોથી એઇડ્સ અથવા હસ્તગત ઇમ્યુનોડેફિસિયન્સી સિન્ડ્રોમમાં પણ ફેરવાઈ શકે છે.
ADVERTISEMENT
એઇડ્સની વેક્સિનના પહેલા ટ્રાયલમાં 5,338 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેઓ શરૂઆતમાં HIV નેગેટિવ હતા. આ લોકોને ત્રણ જૂથોમાં વહેંચાયેલા હતા. તેમાંથી 2,134 લોકોને 26 અઠવાડિયાના અંતરાલમાં લેંકાપાવીર ઈન્જેક્શન (Aids Vaccine) આપવામાં આવ્યા હતા અને 2,136 ને દરરોજ ગોળી Descovy (F/TAF) આપવામાં આવી હતી. 1,068 ને ટ્રુવાડાની દૈનિક ગોળી (F/TDF) આપવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ કેપ ટાઉન ખાતેના ડેસમન્ડ ટૂટુ એચઆઈવી સેન્ટરના સંશોધકોએ કુલ 55 ચેપનું અવલોકન કર્યું હતું. લેંકાપાવીર જૂથમાં શૂન્ય ચેપ, દેસોવી જૂથમાં 39 અને ત્રુવાડા જૂથમાં 16 લોકો હતા. આ રીતે, અભ્યાસના લેખકોએ જણાવ્યું હતું કે વર્ષમાં બે વાર લેંકાપાવીર લેતા સહભાગીઓમાંથી કોઈને પણ એચઆઈવી ચેપ લાગ્યો નથી.