ફિટનેસ બૅન્ડમાં ફ્લોરોલાસ્ટોમર્સ નામનું કેમિકલ છે જે એક સિન્થેટિક રબરમાં હોય છે અને એ ચામડી પરના નૅચરલ ઑઇલ અને પરસેવામાં ભળીને કૅન્સરનું કારણ બને છે
સ્માર્ટવૉચ
જો તમે સ્માર્ટવૉચ કે ફિટનૅસ બૅન્ડના શોખીન હો અને આખો દિવસ કાંડેથી ઉતારવાનું નામ જ ન લેતા હો તો સાવચેતીની ઘંટડી સમાન એક અભ્યાસ થયો છે. યુનિવર્સિટી ઑફ નૉટ્રે ડૅમના રિસર્ચર્સ દ્વારા થયેલા પરીક્ષણમાં ખબર પડી છે કે ઍપલ, ગૂગલ, ફિટબિટ, નાઇકીની બ્રૅન્ડેડ સ્માર્ટવૉચ અને ફિટનેસ બૅન્ડમાં હાનિકારક કેમિકલ્સ હોય છે જે લાંબા સમય સુધી નાશ ન પામે એવાં છે અને એનાથી શરીરને ઘણું નુકસાન થાય છે. આ કેમિકલના ઓવર-એક્સપોઝરને કારણે કૅન્સર થવાનો ખતરો રહેલો છે. રિસર્ચમાં તપાસ કરવામાં આવી હતી કે કઈ-કઈ બ્રૅન્ડમાં પ્રી-પૉલિફ્લોરોઆલ્કયલ સબસ્ટેન્સિસ (PFAS) ટાઇપનાં કેમિકલ્સ છે. આ માટે નાઇકી, ફિટબિટ, ઍપલ અને ગૂગલની વિવિધ સ્માર્ટવૉચનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં સૌથી વધુ PFHxA નામના સિન્થેટિક રસાયણનું પ્રમાણ જોવા મળ્યું. આ કેમિકલ ૪૦ ટકા બૅન્ડમાં ખૂબ ઊંચી માત્રામાં હતું. યુરોપિયન સંઘે સ્માર્ટવૉચના બૅન્ડમાં આ કેમિકલના વપરાશ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી છે.
ફિટનેસ બૅન્ડમાં ફ્લોરોલાસ્ટોમર્સ નામનું કેમિકલ છે જે એક સિન્થેટિક રબરમાં હોય છે અને એ ચામડી પરના નૅચરલ ઑઇલ અને પરસેવામાં ભળીને કૅન્સરનું કારણ બને છે અને એને કારણે લિવરની બીમારી થવાનો અને ઇમ્યુનિટી સિસ્ટમ નબળી પડવાનો ડર રહેલો છે. રોજેરોજ ૧૨ કલાકથી વધારે વાર એ ચામડી સાથે સંપર્કમાં રહે તો આ ખતરો વધે છે.

