કેટલાક પ્રવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કોરિયન ઍરલાઇનની તાઇવાન જઈ રહેલી ફ્લાઇટમાં ગઈ કાલે એકાએક કૅબિન-પ્રેશર ઓછું થઈ જતાં એમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પ્રવાસીઓના કાન દુખવા લાગ્યા હતા, જ્યારે કેટલાકના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતું. કેટલાક પ્રવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી.
વિમાન ૩૦,૦૦૦ ફુટની ઊંચાઈથી એકાએક ૯૦૦૦ ફુટની ઊંચાઈએ આવી જતાં કૅબિન-પ્રેશરની સિસ્ટમ ખોટકાઈ જવાને કારણે આમ થયું હતું. આ ખામી માટે ઍરલાઇને પ્રવાસીઓની માફી માગી હતી. રાજધાની સોલના ઇંચન ઍરપોર્ટ પર સફળતાપૂર્વક ફ્લાઇટ લૅન્ડ થયા બાદ આશરે ૧૩ પ્રવાસીઓને વિવિધ સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કોઈ પણ પ્રવાસીને ગંભીર ઈજા થઈ નહોતી.

