Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > લંડનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં થાંભલા પરથી પડી ગઈ વ્યક્તિ

લંડનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવા જતાં થાંભલા પરથી પડી ગઈ વ્યક્તિ

01 July, 2024 10:44 AM IST | London
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સેલિબ્રેશન દરમ્યાન અન્ય એક વ્યક્તિને પોલીસ દ્વારા ડિટેન પણ કરવામાં આવી હતી, પરંતુ એ માટેનું કારણ જણાવવામાં નથી આવ્યું

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


ભારતની T20 વર્લ્ડ કપની જીતનું સેલિબ્રેશન દુનિયાભરમાં થઈ રહ્યું છે. લંડનના રસ્તાઓ પર પણ ભારતીયો રાષ્ટ્રધ્વજ લઈને નીકળ્યા હતા. જોકે આ સેલિબ્રેશન દરમ્યાન એક ઘટના બની હતી. ક્વીન્સબરી ટ્યુબ સ્ટેશનની બહાર એક વ્યક્તિ થાંભલા પર ભારતીય ઝંડો લગાવવા માટે ચડી હતી. જોકે તે ઉપરથી પડી ગઈ હતી અને તેને ચહેરા પર ઈજા થઈ હતી. આમ છતાં તે સ્વસ્થ હતી અને થોડી જ મિનિટમાં ચાલતી પણ થઈ ગઈ હતી. લંડનમાં અન્ય જગ્યાએ પણ સેલિબ્રેશન થયું હતું.. એલિંગ રોડ પર પોલીસ દ્વારા એક વ્યક્તિની સેલિબ્રેશન કરવા બદલ અરેસ્ટ કરવામાં આવી હતી. જોકે તેને ડિટેન શું કામ કરી એનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2024 10:44 AM IST | London | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK