ઇન્ડિયાનો ટાર્ગેટ ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી પર પહોંચવાનો છે.
લાઇફમસાલા
પ્રતીકાત્મક તસવીર
ધી ઇકૉનૉમિક સર્વે ૨૦૨૩-’૨૪ મુજબ ભારતના ૪૯ ટકા ગ્રૅજ્યુએટ્સ નોકરીને લાયક નથી. વિદ્યાર્થીઓ ગ્રૅજ્યુએટ તો થઈ જાય છે, પરંતુ તેમનામાં સ્કિલ્સ નથી હોતી કે તેમને નોકરી મળે. ૨૦૨૪ની ૨૨ જુલાઈએ પાર્લમેન્ટમાં આ સર્વે આપવામાં આવ્યો હતો જેમાં ટ્રેઇનિંગની સાથે સ્કિલ ડેવલપમેન્ટની વાત પણ કરવામાં આવી હતી. દુનિયાભરના દેશોમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ હોય એમાં ભારતનો પણ ક્રમ છે. ભારતની ૬૫ ટકા વસ્તી ૩૫ વર્ષની ઉંમરથી નીચેની છે. ઇન્ડિયાનો ટાર્ગેટ ૨૦૨૫ સુધીમાં પાંચ ટ્રિલ્યન ડૉલરની ઇકૉનૉમી પર પહોંચવાનો છે. આથી એ ટાર્ગેટ પર પહોંચવા માટે યુવાનો પાસે નોકરી હોવી જરૂરી છે અને એ માટે સ્કિલ મહત્ત્વની છે. ૨૦૨૪ની શરૂઆતમાં ૨૦થી ૨૪ વર્ષના યુવાનોમાં બેરોજગારીનો દર ૪૪.૪૯ ટકા હતો. એક સર્વે મુજબ ફક્ત ૨.૨ ટકાને પ્રૉપર ટ્રેઇનિંગ આપવામાં આવે છે અન ૮.૬ ટકાને નૉર્મલ ટ્રેઇનિંગ આપવામાં આવે છે એથી આ ટ્રેઇનિંગ દરમાં વધારો કરવામાં આવે એ જરૂરી છે.