બાળકો અને મહિલાઓના નગ્ન વિડિયો રેકૉર્ડ કરવાનો આરોપ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં ૪૦ વર્ષના ભારતીય ડૉક્ટર ઉમર એજાઝની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે બાળકો અને મહિલાઓના નગ્ન ફોટો લેવાના તેમ જ વિડિયો રેકૉર્ડ કરવાના આરોપ મૂકવામાં આવ્યા છે. નવાઈની વાત એ છે કે આ ડૉક્ટરની પત્નીએ જ તેનાથી ત્રાસીને સામેથી પોલીસને આ સંબંધિત પુરાવા આપ્યા હતા અને એને પગલે આઠમી ઑગસ્ટે તેની ધરપકડ કરવામાં આવી હતી.
તેની એક હાર્ડ ડ્રાઇવમાંથી જ પોલીસને ૧૩,૦૦૦ વિડિયો મળી આવ્યા છે. પોલીસે કહ્યું હતું કે ‘આ ડૉક્ટરનાં કાળાં કરતૂત જાણવા માટે ઘણો સમય લાગશે અને તેથી આ કેસની તપાસમાં સમય લાગશે. તેની સામે અનેક પ્રકારના જાતીય અપરાધના આરોપ પણ મૂકવામાં આવ્યા છે. તેણે બાથરૂમ, ચેન્જિંગ એરિયા, હૉસ્પિટલ અને મિશિગન સ્ટેટની ઑકલૅન્ડ કાઉન્ટીના તેના ઘરમાં પણ કૅમેરા છુપાવીને રેકૉર્ડિંગ કર્યું છે. તે બે વર્ષના બાળકના કપડાં બદલવાના વિડિયો પણ રેકૉર્ડ કરતો હતો.’
ADVERTISEMENT
આ મુદ્દે ઑકલૅન્ડ કાઉન્ટીના શેરિફે જણાવ્યું હતું કે ‘આરોપીએ એવી મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા જેઓ બેહોશ હતી અથવા સૂઈ રહી હતી. આ કેસની પૂરી તપાસ કરવામાં મહિનાઓનો સમય લાગશે. તેના કમ્પ્યુટર, ફોન અને ૧૫ એક્સ્ટર્નલ ડિવાઇસ જપ્ત કરવામાં આવ્યાં છે. એવું માનવામાં આવે છે કે તેણે ક્લાઉડ સ્ટોરેજમાં પણ વિડિયો અપલોડ કર્યા હશે.’ આરોપી ૨૦૧૧માં ભારતથી અમેરિકા આવ્યો હતો અને વર્ક વીઝા પર કામ કરે છે. તે એક એવી કંપની સાથે કામ કરે છે જે તેને વિવિધ હૉસ્પિટલોમાં મોકલે છે.