Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > કૅનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં મહેસાણાની એક ફૅમિલીના ચાર મેમ્બરનાં મોત

કૅનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં મહેસાણાની એક ફૅમિલીના ચાર મેમ્બરનાં મોત

03 April, 2023 12:31 PM IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પરિવાર વિઝિટર્સ વિઝા પર કૅનેડા ગયો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


કૅનેડાથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં વધુ એક મૂળ ગુજરાતી પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકાની સેન્ટ લૉરેન્સ નદીમાં ડૂબી જવાના કારણે ચાર ભારતીયનાં મોત નીપજ્યાં હતાં. આ ચાર ભારતીયો મૂળે ગુજરાતના ચૌધરી પરિવારના સભ્યો હતા. મહેસાણાના વિજાપુર તાલુકાના માણેકપુર ગામનો આ પરિવાર ત્રીજી ફેબ્રુઆરીએ કૅનેડા જવા નીકળ્યો હતો. અહીંથી અમેરિકામાં ઘૂસણખોરી કરતા સમયે બોટ પલટી જતાં તેઓ મૃત્યુ પામ્યા હતા. ૫૦ વર્ષના પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર ​મીત, પુત્રી વિધિ અને પ્રવીણભાઈનાં પત્ની દક્ષાબહેનનાં મૃત્યુ થયાં હતાં. આ લોકો વિઝિટર્સ વિઝા પર કૅનેડા ગયાં હતાં. ગયા વર્ષે ૧૯ જાન્યુઆરીએ ગુજરાતના કલોલ તાલુકાના ડિંગુચા ગામના પટેલ પરિવારના સભ્યોનાં પણ અમેરિકામાં ઘૂસણખોરી કરવાની કોશિશમાં મૃત્યુ થયાં હતાં.  


Whatsapp-channel Whatsapp-channel

03 April, 2023 12:31 PM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK