ભારતીય દૂતાવાસ તેના પાર્થિવ દેહ ભારત મોકલવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.
દાસારી ગોપીકૃષ્ણ જ્યાં ગોળીબારનો ભોગ બન્યો એની આસપાસ પોલીસનો બંદોબસ્ત.
આઠ મહિના પહેલાં અમેરિકા ગયેલા આંધ્ર પ્રદેશના બાપટલા જિલ્લાના ૩૨ વર્ષના દાસારી ગોપીકૃષ્ણ પર ટેક્સસ રાજ્યમાં એક દુકાનમાં લૂંટફાટ સમયે ગોળીઓ છોડવામાં આવી હતી અને ઘાયલ ગોપીકૃષ્ણ પર ઇલાજ ચાલી રહ્યો હતો ત્યારે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આંતરરાષ્ટ્રીય યોગ દિવસે ૨૧ જૂને આ ઘટના બની હતી. તેના પરિવારમાં પત્ની અને એક પુત્રનો સમાવેશ છે. ડલાસના પ્લેઝન્ટ ગ્રોવમાં એક પેટ્રોલ-પમ્પ પર આવેલા નાના સ્ટોરમાં લૂંટના ઇરાદે ઘૂસેલા એક ગ્રાહકે ગોપીકૃષ્ણ પર ગોળીઓ છોડી હતી. ગંભીર રૂપે ઘાયલ ગોપીકૃષ્ણને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં શનિવારે ઉપચાર દરમ્યાન તેનું નિધન થયું હતું. લૂંટફાટની આ ઘટનાનો વિડિયો પણ વાઇરલ થયો છે જ્યાં મોં ઢાંકીને આવેલો એક માણસ ચોરી કર્યા બાદ ભાગતી વખતે ગોપીકૃષ્ણ પર ગોળીઓ છોડી રહેલો દેખાય છે. ભારતીય દૂતાવાસ તેના પાર્થિવ દેહ ભારત મોકલવા માટે જરૂરી કાર્યવાહી કરી રહ્યું છે.

