તાજેતરમાં થયેલી આ પ્રકારની ધક્કામુક્કીને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૨૨ થઈ છે.
પ્રતિકાત્મક તસવીર
કરાચી (પી.ટી.આઇ.)ઃ પાકિસ્તાનના કરાચીમાં ગઈ કાલે રમઝાનમાં ભોજન વહેંચવાના કેન્દ્રમાં ભારે ધક્કામુક્કીને કારણે બાળકો અને મહિલાઓ સહિત ઓછામાં ઓછા ૧૨ જણનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય અનેકને ઈજા થઈ હતી. કેટલાક લોકોએ અજાણતાં લાઇવ વાયર પર પગ મૂકતાં આ ધક્કામુક્કી થઈ હતી અને કેટલાક લોકો પાસેની ગટરમાં પડ્યા હતા. પાકિસ્તાનમાં અનાજ, શાકભાજી અને ફળોનું સંકટ હોવાથી ફ્રીમાં ફૂડ વહેંચવાનાં
સેન્ટર્સ ઊભાં કરાયાં છે, જ્યાં તાજેતરમાં થયેલી આ પ્રકારની ધક્કામુક્કીને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને ૨૨ થઈ છે.