સુરત મહાનગર પાલિકાએ ચેતવણી આપી હતી કે કોઈ સારી બ્રાન્ડનો ખોરાક ખાવાથી પણ આરોગ્યની સમસ્યા નિર્માણ થઈ શકે છે. સુરત મહાપાલિકા દ્વારા નજીકના એક બજારમાંથી ખાદ્ય પદાર્થોના સેમ્પલ એકત્રિત કરીને તેની તપાસ કરવામાં આવી હતી. આ સેમ્પલ્સની તપાસના રિઝલ્ટમાં દૂધના ઉત્પાદનો, આઈસ્ક્રીમ, મરચાંના પાવડરમાં ભારે ભેળસેળ જોવા મળી હતી, જેથી સ્ટ્રીટ ફૂડ ખાવું સ્વાસ્થ્ય પર ગંભીર પરિણામ કરી શકે છે, એવું પણ મહાપાલિકાએ કહ્યું હતું.