નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઈડી)એ 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના અમદાવાદમાં તેના 44મા વાર્ષિક પદવીદાન સમારંભનું આયોજન કર્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના પદવીદાન સમારંભમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતિન પ્રસાદ પણ ઉપસ્થિત રહ્યા હતા