કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 29 ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે `રન ફોર યુનિટી`ને ફ્લેગ ઑફ કર્યું હતું અને કાર્યક્રમને સંબોધતા ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય રાજકારણમાં તેમના યોગદાનના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષોથી સરદાર પટેલને ભૂલી જવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ગુજરાતમાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્થાપિત કરીને તેમની સ્મૃતિને જીવંત રાખવા માટેના તમામ યોગદાન માટે પીએમ મોદીની પ્રશંસા પણ કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, "દુર્ભાગ્યપૂર્ણ છે કે વર્ષોથી સરદાર પટેલને ભૂલી જવાના પ્રયાસો કરવામાં આવ્યા. વર્ષો સુધી તેમને ભારત રત્નથી વંચિત રાખવામાં આવ્યા. પરંતુ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સ્મૃતિને જીવંત રાખવાનું કામ કર્યું છે." ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને..."