ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીમદ રાજચંદ્ર મિશન, ધરમપુર દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશભાઈની હાજરીમાં 20 વર્ષ પૂરા થવા નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં `મોહશત્રુ નો પરાજય` પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ દરેકને આ પુસ્તકમાંથી પ્રેરણા લેવા અને વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.