વિદેશ મંત્રી એસ જયશંકરે 10 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગરમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું. રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવ્યા પછી, ડૉ. એસ જયશંકરે કહ્યું, "ચાર વર્ષ પહેલાં, મને રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે સન્માન મળ્યું તે માટે સૌ પ્રથમ હું પીએમ મોદી, બીજેપી નેતૃત્વ અને ગુજરાતના ધારાસભ્યોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું". "છેલ્લા 4 વર્ષમાં PM મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા ફેરફારોનો ભાગ બનવાની મને તક મળી છે. હું આશા રાખું છું કે આગામી સમયમાં જે પ્રગતિ થશે તેમાં હું મારું યોગદાન આપી શકીશ."