ગુજરાત માટે આગામી 24 કલાક નિર્ણાયક સાબિત થવાના છે કારણ ચક્રવાત `બિપરજૉય` 15 જૂને રાજયમાં લેન્ડફોલ કરે તેવો અંદાજ છે. IMD એ 14 જૂને ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે રેડ એલર્ટ જાહેર કર્યું હતું. ચક્રવાત ‘બિપરજૉય’ને ધ્યાનમાં રાખીને, ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં તૈયારીઓ અંગે બેઠક બોલાવી હતી. NDRFના DIG મોહસેન શાહિદીએ માહિતી આપી હતી કે NDRFની 18 ટીમો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે. ગુજરાતના 8 દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી અત્યાર સુધીમાં લગભગ 47,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.