ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 7 નવેમ્બરે અમદાવાદમાં સાબરમતી નદી કિનારે છઠ પૂજાની ઉજવણીમાં પહોંચ્યા હતા. છઠ પૂજા ચાર દિવસ સુધી ચાલે છે અને આ દરમિયાન પૃથ્વી પર જીવન ટકાવી રાખવા સૂર્ય ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે છે. ચુસ્ત ધાર્મિક વિધિઓ અને ઉપવાસ સાથે તે ઉજવાય છે. આ તહેવાર મુખ્યત્વે બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને નેપાળના ભાગોમાં ઉજવાય છે.