Western Railway News: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આવી સ્થિતિમાં સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે. એટલું જ નહીં વડોદરા તરફ જતી 79 ટ્રેનો પણ ઉધના રેલવે સ્ટેશન પરથી જ રવાના થશે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
પશ્ચિમ રેલવેના સુરત રેલવે સ્ટેશન કામકાજને લીધે લગભગ બે મહિના સુધી બંધ રહેવાનું છે. ગુજરાતમાં (Western Railway News) સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે અને ત્રણ આગામી 60 દિવસ સુધી બંધ રહેવાનું છે. પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આવી સ્થિતિમાં સુરતથી મુંબઈ જતી 122 ટ્રેન ઉધના રેલવે સ્ટેશનથી ચલાવવામાં આવશે. એટલું જ નહીં વડોદરા તરફ જતી 79 ટ્રેનો પણ ઉધના રેલવે સ્ટેશન પરથી જ રવાના થશે. પશ્ચિમ રેલવેના સીપીઆરઓ વિનીત અભિષેકે એક નિવેદનમાં જણાવ્યું છે કે લોકોને માહિતી આપવાના હેતુથી રેલવે દ્વારા એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. હવે લોકો આ QR કોડની મદદથી આ ડાયવર્ટ કરાયેલી ટ્રેન વિશે માહિતી મેળવી શકશે.
કામ 2026માં પૂર્ણ થશે
ADVERTISEMENT
હીરા નગરીના રેલવે સ્ટેશનને (Western Railway News) કેન્દ્ર સરકારની મંજૂરી બાદ રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. તેનું કામ સુરત ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટેશન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SITCO) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તે ભારતીય રેલવે અને ગુજરાત સરકાર વચ્ચે રચાયેલ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) છે. સ્ટેશનના પુનઃવિકાસ પર અંદાજે 980 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવવાનો છે. આ કામકાજને ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રેલવેનું છે. સુરત સ્ટેશનને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે જે એક છત નીચે સીમલેસ કનેક્ટિવિટી પૂરી પાડવા માટે રેલવે, GSRTC સિટી બસ ટર્મિનલ સ્ટેશન, સુરત BRTS/સિટી બસ સ્ટેશન, મેટ્રો વગેરેને એકીકૃત કરશે.
8 જાન્યુઆરીથી પ્લેટફોર્મ બંધ રહેશે
સુરત સ્ટેશનના (Western Railway News) ચાલી રહેલા સ્ટેશન રિડેવલપમેન્ટ વર્ક (તબક્કો-II)ના સંબંધમાં પ્લેટફોર્મ નંબર ચાર પર કોન્કોર્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કામ શરૂ કરવા માટે 8 જાન્યુઆરી 2025થી બ્લૉક હાથ ધરવામાં આવશે. આને ધ્યાનમાં રાખીને, સુરત રેલવે સ્ટેશનથી ઉપડતી અને ટર્મિનેટ થતી કેટલીક ટ્રેનોના ટર્મિનલને હંગામી ધોરણે ઉધના સ્ટેશન પર ખસેડવામાં આવી રહ્યા છે. કેટલીક MEMU અને પેસેન્જર ટ્રેનો પણ ઉધના, ભેસ્તાન અને નવસારી સ્ટેશનોથી શોર્ટ ઉપડશે કે ટર્મિનેટ થશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટર્મિનલના રૂપાંતરણથી કામગીરી સરળ બનશે. તેનાથી સુરત સ્ટેશન પર ભીડ ઓછી થશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને તેમની મુસાફરી પહેલા ફેરફારો તપાસવા વિનંતી કરી છે.
સુરત રેલવે સ્ટેશન નજીક થઈ હતી ટ્રેન દુર્ઘટન
મુંબઈના દાદરથી (Western Railway News) રવાના થયેલી દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ સુરત નજીક કિમ પહોંચી હતી. ટ્રેન કિમથી નીકળીને થોડી આગળ વધી હતી ત્યારે પ્રવાસીઓ ન હોય એવા એન્જિન પછીના કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં હતાં. આને લીધે એક્સપ્રેસ ટ્રેનને રોકી દેવામાં આવી હતી. કોચમાં કોઈ પ્રવાસી નહોતું એટલે કોઈને ઈજા નહોતી થઈ, પણ કોચનાં પૈડાંને રીસ્ટોર કરવામાં ત્રણ કલાક લાગ્યા હતા. આથી કિમથી એક્સપ્રેસ ટ્રેન ૬.૩૦ વાગ્યે રવાના થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આટલા સમય સુધી મુંબઈથી ગુજરાત અને બીજા રાજ્ય તરફ રવાના થયેલી તમામ ટ્રેનો વચ્ચે અટકી પડી હતી.