પુર્વા ખૂબ જ પ્રતિભાશાળી સિંગર છે અને ભારતમાં બેસ્ટ પર્ફોર્મર્સ પૈકીના એક છે
સુરતમાં જાણીતી સિંગર પુર્વા મંત્રીએ નવરાત્રીમાં ધૂમ મચાવી
સુરતઃ જાણીતી બોલીવુડ પ્લેબેક સિંગર અને યુથ આઇકોન પુર્વા મંત્રી ડાયમંડ સિટી સુરતમાં ખૂબજ મજેદાર અને યાદગાર પળો વિતાવી રહ્યાં છે, જેને પુર્વા પોતાના બીજા ઘર તરીકે પણ ઓળખાવે છે.
પુર્વા ખૂબ જ પ્રતિભાશાળી સિંગર છે અને ભારતમાં બેસ્ટ પર્ફોર્મર્સ પૈકીના એક છે. તેઓ તેમના કાલા શા ગીત બાદ કાલા શા કાલા ગર્લ તરીકે પણ જાણીતા બન્યાં છે.
ADVERTISEMENT
સુરતમાં સૌથી મોટી નવરાત્રી ઇવેન્ટ સુર્વમ નવરાત્રીમાં પર્ફોર્મ કરવા અંગે પુર્વાએ જણાવ્યું હતું કે, હું સુરતમાં હોવા અંગે ખૂબજ ઉત્સાહિત છું, જે મારા બીજા ઘર જેવું છે. જે દિવસે હું સુરતમાં આવી ત્યારથી હું ઘરે આવી હોઉં તેવું અનુભવ્યું છે. નવરાત્રીમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓની સામે પર્ફોર્મ કરવાથી મારા ઉત્સાહમાં વધારો થયો છે.
હજીરામાં થોડાં વર્ષો માટે શાળામાં અભ્યાસ કરનાર પુર્વા એક સફળ અને સ્વતંત્ર કલાકાર છે તથા તેમણે કાલા શા કાલા, રાંઝણા વે, પાપા સોંગ વગેરે જેવાં સુપરહીટ સોંગને વોઇસ આપ્યો છે. તેમણે બપ્પી લહેરી, સોનુ નિગમ, વિશાલ-શેખર, રાહત ફતેહ અલી ખાન જેવાં દિગ્ગજ કલાકારો સાથે પણ પર્ફોર્મ કર્યું છે.
પુર્વા ઝી ટીવી ઉપર પ્રો મ્યુઝિક લીગનો પણ હિસ્સો હતી અને એક સેલિબ્રિટી આર્ટિસ્ટ તરીકે તેમણે મુંબઇ વોરિયર્સનું પ્રતિનિધિત્વ કર્યું હતું.