ગઈ કાલે નલિયામાં મિનિમમ તાપમાન ૮.૧ ડિગ્રી, તાપમાન નોંધાયું હતું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
અમદાવાદ : અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. એટલું જ નહીં, ગઈ કાલે તેજ ગતિએ ઠંડો પવન ગિરનાર પર્વત પર ફુંકાતાં સલામતીનાં કારણસર રોપવે બંધ કરવો પડ્યો હતો, જ્યારે દરિયામાં કરન્ટ અને તેજ હવાના કારણે ઓખા – બેટ દ્વારકા વચ્ચેની ફેરી બોટ સલામતીનાં કારણસર બંધ કરવામાં આવી હતી. આજે હવાની ગતિ વધવાની અને નાઇટ ટેમ્પરેચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
ગઈ કાલે નલિયામાં મિનિમમ તાપમાન ૮.૧ ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં ૯.૪, ગાંધીનગરમાં ૧૦.૫, ભુજ અને સુરેન્દ્રનગરમાં ૧૧.૨, વડોદરામાં ૧૧.૬, અમદાવાદમાં ૧૨.૧ અને રાજકોટમાં ૧૨.૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં દિવસ દરમ્યાન ઠંડોગાર પવન ફુંકાયો હતો, જેના કારણે શહેરીજનોએ કામ વગર બહાર જવાનું ટાળ્યું હતું. અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં ઘણાં બધાં શહેરોમાં ઠંડો પવન વાતાં નાગરિકોએ ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો.