આજથી ચાર દિવસ દરમ્યાન ઠંડા પવનો ફુંકાશે
ફાઇલ તસવીર
ગુજરાતમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આજથી શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી ચાર દિવસ દરમ્યાન ઠંડા પવનો ફુંકાશે અને એના કારણે તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ગઈ કાલે ડીસામાં, નલિયામાં ૮.૮ ડિગ્રી, કંડલા ઍરપોર્ટમાં ૯, ૧૦.૩, ગાંધીનગરમાં ૧૦.૭, ભુજમાં ૧૦.૮, વલ્લભવિદ્યાનગરમાં ૧૦.૯, વડોદરા અને પોરબંદરમાં ૧૧.૬, રાજકોટમાં ૧૧.૯ અને અમદાવાદમાં ૧૩.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

