Wagh Bakri Tea`s Parag Desai no more : એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું મોડી રાત્રે નિધન થયું છે. તેઓ 49 વર્ષના હતા. પરાગ દેસાઈને ગયા અઠવાડિયે જ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈ (તસવીર સૌજન્ય: ફેસબુક)
વાઘ બકરી ગ્રુપ (Wagh Bakri)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરાગ દેસાઈનું મોડી રાત્રે નિધન (Wagh Bakri Tea`s Parag Desai no more) થયું છે. તેઓ 49 વર્ષના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓ છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. થોડા સમય પહેલા તેઓને એક અકસ્માત નડ્યો હતો. અકસ્માત દરમિયાન તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી. હવે તેઓના નિધનના સમાચાર સામે આવ્યા છે.
વાઘ બકરી ગ્રુપ (Wagh Bakri)ની સ્થાપના નારણદાસ દેસાઈ દ્વારા 1892માં કરવામાં આવી હતી. કંપનીના ડાયરેક્ટર પરાગ દેસાઈ કે જેઓ તેમના પરિવારનો વ્યવસાય સંભાળતા હતા. તેઓનું ગઈકાલે મોડી રાત્રે નિધન (Wagh Bakri Tea`s Parag Desai no more) થયું હતું. તેઓ અત્યારે વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામગીરી બજાવી રહ્યા હતા.
ADVERTISEMENT
પરાગ દેસાઈને ગયા અઠવાડિયે જ અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર તેઓને થોડા સમય પહેલા તેમના નિવાસસ્થાને એક અકસ્માત થયો હતો. તેઓને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. આ જ કારણોસર તેની સારવાર ચાલી રહી હતી.
પરાગ અને તેનો પિતરાઈ ભાઈ પારસ વર્ષ 1990થી તેમનો પારિવારિક વ્યવસાય સંભાળી રહ્યા હતા. પરાગે અમેરિકાની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું. તેઓ વાઘ બકરી ટી ગ્રુપ (Wagh Bakri)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. તેમણે સેલ્સ, માર્કેટિંગ વગેરે જેવા કંપનીના ઘણા વિભાગનું નેતૃત્વ પણ કર્યું. પરાગ દેસાઈએ ન્યુયોર્ક, યુએસએમાં લોંગ આઈલેન્ડ યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું અને પ્રીમિયમ ટી ગ્રુપમાં ચોથી પેઢીના ઉદ્યોગ સાહસિક હતા. ગ્રૂપના વેચાણ, માર્કેટિંગ અને નિકાસ ઉત્પાદનોનું સંચાલન કરવાની સાથે જ બ્રાન્ડ (Wagh Bakri)ને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરાગ દેસાઈ ચાના ચાખનારા અને મૂલ્યાંકનકાર પણ હતા. આ સાથે જ તેઓને મુસાફરી કરવી પણ ખૂબ જ ગમતી હતી. વન્યજીવનની વિશ્વએ અવનવું જાણવું એ તેમના રસનો વિષય હતો.
પરાગ દેસાઇ કઈ રીતે ઇજાગ્રસ્ત થયા હતા?
પરાગ દેસાઈ 15 ઓક્ટોબરે તેમના નિવાસસ્થાન નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. ત્યારે જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ પછી તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેમને બ્રેઈન હેમરેજ થયું હતું. ત્યારબાદ તેઓને વધુ સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની તબિયત વધુ બગડતાં તેઓને ત્યાંથી હેબતપુર રોડ પરની અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પરાગ દેસાઈના પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમનું નિધન (Wagh Bakri Tea`s Parag Desai no more) થયું તે પહેલાં તેમની તાત્કાલિક સર્જરી કરવામાં આવી હતી અને સાત દિવસ સુધી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરાગ દેસાઈનું રવિવારે મોડી રાત્રે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે અવસાન થયું હતું.