રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને ધારાસભ્ય રિવાબાએ બધા સામે સાંસદ અને મેયરને ખરીખોટી સંભળાવી અને ઔકાતમાં રહેવા માટે કહ્યું, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે "ભડકાવવાવાળા તમે જ છો અને હવે બંધ થવા કહો છો?"
રિવાબા જાડેજા
રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને ધારાસભ્ય રિવાબાએ બધા સામે સાંસદ અને મેયરને ખરીખોટી સંભળાવી અને ઔકાતમાં રહેવા માટે કહ્યું, સાથે જ તેમણે એમ પણ કહ્યું કે "ભડકાવવાવાળા તમે જ છો અને હવે બંધ થવા કહો છો?"
જાણીતા ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના ઑલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાનાં પત્ની અને જામનગર નૉર્થના વિધેયક રિવાબા જાડેજા પહેલીવાર પોતાના ગુસ્સાને લઈને ચર્ચામાં છે. મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં તેમણે બીજેપીના સાંસદ પૂનમ માડમ અને મેયર બીના કોઠારીની ટિપ્પણી પર જવાબ આપ્યો. જામનગરમાં નગર નિગમના એક કાર્યક્રમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રિવાબા ત્યાંના મેયર અને સ્થાનિક સાંસદ પર ગુસ્સો કરતાં જોવા મળે છે. જામનગરના લાખોટા સરોવર પર એવું શું થયું? જેને કારણે હંમેશા હસતાં મુખે જોવા મળતાં રિવાબા જાડેજા (Rivaba Jadeja)ને આજે ગુસ્સો આવી ગયો. પોતે રિવાબા જાડેજાએ હવે આ વીડિયો મામલે સ્પષ્ટતા કરી છે. તેનું કારણ પણ જણાવ્યું છે અને બીજા પણ અનેક ખુલાસા કર્યા છે. રિવાબા જાડેજાએ કહ્યું કે આ આખા વિવાદમાં જામનગરના મેયરને કોઈ સંબંધ જ નથી. જામનગરના સાંસદ પૂનમ માડમની ટિપ્પણીથી તેમના (રિવાબાના) સ્વાભિમાનને ઠેસ પહોંચી તો તેમણે તરત જ જવાબ આપી દીધો. આ આખા વિવાદમાં મેયર વચ્ચે પડી રહ્યાં હતાં. આથી તેમની સાથે પણ બોલચાલ થઈ.
ADVERTISEMENT
શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં વિવાદ
જામનગરના લાખોટા સરોવર પર `મેરી માટી-મેરા દેશ`નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન જામનગર નગર નિગમ તરફથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 10 વાગ્યાથી બધા પહોંચી ગયા હતા. વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં પ્રોટોકૉલ પ્રમાણે સૌથી પહેલા પૂનમ માડમે માળા દ્વારા વીર શહીદોને સ્મારક પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ દરમિયાન તેમણે ચપ્પલ પહરી રાખ્યાં હતાં. તેના પછી જામનગર નૉર્થના વિધાયક રિવાબા જાડેજાએ સ્મારક પર શ્રદ્ધાંજલિ આપી. ત્યારે રિવાબાએ પોતાના ચપ્પલ કાઢ્યાં. રિવાબા પછી જેટલા પર લોકો સ્મારક પર ગયા તેમણે પણ ચપ્પલ કાઢ્યા અને તેમણે વીર શહીદોને નમન કર્યા.` રિવાબાનું કહેવું છે કે અહીં સુધી કોઈ વિવાદ નહોતો. કાર્યક્રમ ચાલી રહ્યો હતો. "હું સાસંદ પૂનમ માડમ નજીક ઊભી હતી. ત્યારે તેમણે કહ્યું કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ પણ શ્રદ્ધાંજલિ અર્પિત કરતી વખતે ચપ્પલ અને બૂટ પહેરી રાખે છે. કેટલાક લોકો જરૂરથી વધારે સ્માર્ટ હોય છે. રિવાબાનું કહેવું છે કે પૂનમ માડમની આ ટિપ્પણી સ્વાભિમાનને ઠેસ પહોંચાડનારી હતી. જ્યારે તેમણે આનો વિરોધ કર્યો તો તે બોલ્યા કે તેમણે ભાજપા મેયર બીના કોઠારી માટે કહ્યું. ત્યાર બાદ મીના કોઠારી વચ્ચે આવ્યો તો મેં કહ્યું કે તમારે જેને કહેવું છે નામ લઈને બોલો."
સ્વાભિમાન સાથે કોઈ બાંધછોડ નહીં
રિવાબા જાડેજાએ કહ્યું કે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની દરેકની પોત-પોતાની રીત હોય છે. મેં આ રીતે એક્સ્ટ્રા સન્માન આપવાનો પ્રયત્ન કર્યો, આમાં ખોટું શું છે? તેમણે કહ્યું કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પહોંચતા પહેલા દંડવત પ્રણામ કર્યા હતા. આ પ્રોટોકૉલ નથી, પણ સન્માન આપવાની પોતાની રીત છે. રિવાબાએ કહ્યું કે તેમને સાંસદની ટિપ્પણ અયોગ્ય લાગી તો તેમણે ત્યારે જ આનો વિરોધ કર્યો, કારણકે તેમણે મારા પર જ ટિપ્પણી કરી હતી. રિવાબા જાડેજાએ ફરી કહ્યું કે આ વિવાદમાં મેયર બીના કોઠારીને કોઈ સંબંધ જ નહોતો. રિવાબાને પૂછવામાં આવ્યું કે પાર્ટી તરફથી કોઈ કાર્યવાહી કે ઠપકો એવું કંઈ મળ્યું છે? જેના જવાબમાં રિવાબા જાડેજાએ કહ્યું કે આમાં પાર્ટી મારા પર કાર્યવાહી કેમ કરશે? મેં શું ખોટું કર્યું છે? મેં કઈ પણ ખોટું નથી કર્યું. આ આખા વિવાદ પર જ્યાં રિવાબાએ પોતાની વાત વિસ્તારપૂર્વક રજૂ કરી ત્યાં મેયર બીના કોઠારી વિવાદ બાદ થોડું નરમ વલણ અપનાવતા જોવા મળ્યા. તેમણે મીડિયાને કહ્યું કે આ બીજેપી પરિવારની વાત છે. આથી વધારે કંઈ નહીં.