નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમ પાસે કેવડિયા કૉલોની એકતાનગર ખાતે બનાવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યો છે.
લાઇફ મસાલા
સ્ટૅચ્યુ ઑફ યુનિટી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનનાં ૨૩ વર્ષ પૂરાં થતાં ગુજરાતમાં વિકાસ-સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડૅમ પાસે કેવડિયા કૉલોની એકતાનગર ખાતે બનાવેલી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યો છે. સ્ટૅચ્યુ ઑફ યુનિટી પરિસર રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવતાં આખો વિસ્તાર ઝળહળી ઊઠ્યો છે. અહીં આવેલા વિવિધ કૅમ્પસમાં રંગબેરંગી લાઇટિંગથી કરવામાં આવેલી સજાવટ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.