Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુર: વિવાદ વકર્યો, ભક્તે કુહાડીથી કર્યો ભીંતચિત્રો તોડવાનો પ્રયત્ન, પકડાયો

સાળંગપુર: વિવાદ વકર્યો, ભક્તે કુહાડીથી કર્યો ભીંતચિત્રો તોડવાનો પ્રયત્ન, પકડાયો

Published : 02 September, 2023 03:06 PM | IST | Botad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

એક સનાતની ભક્તે સાળંગપુરના ભીંતચિત્રો પર કુહાડી મારી, બેરિકેડ્સ તોડી નાખ્યા અને કાળા કલરથી રંગાયેલા ભીંતચિત્રોને તોડવાના પ્રયત્નો કર્યા અને પોલીસે તેને પકડી પાડ્યો.

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


એક સનાતની ભક્તે સાળંગપુરના ભીંતચિત્રો પર કુહાડી મારી, બેરિકેડ્સ તોડી નાખ્યા અને કાળા કલરથી રંગાયેલા ભીંતચિત્રોને તોડવાના પ્રયત્નો કર્યા અને પોલીસે તેને પકડી પાડ્યો.


એક સનાતની ભક્તે આજે સાળંગપુરમાં સાળંગપુરના રાજાની પ્રતિમાના પાયાના ખાલી સ્થાન પર વિવાદાસ્પદ ભીંતચિત્રોને કુહાડી મારી નષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે જ, આ ભીંતચિત્રો પર કાળો કલર કરવામાં આવ્યો હતો. પોલીસે બેરિકેડિંગ તોડવા અને મૂર્તિને નુકસાન પહોંચાડનારા આ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે. વ્યક્તિની ઓળખ ગઢડા તાલુકાના ચારણકી ગામના શખ્સ તરીકે ઓળખ કરવામાં આવી છે અને તેનું નામ હર્ષદ ગઢવી કહેવામાં આવી રહ્યું છે.



અહીં આખો વિવાદ આ કારણસર ખડો થયો છે કારણકે ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણના સેવક તરીકે બતાવવામાં આવ્યા છે. સાધુ-સંતોએ પણ આ ભીંતચિત્રો ખસેડવાની અપીલ કરી હતી એવામાં એક હનુમાન ભક્તે ભાવુક થઈને વિવાદિત ભીંતચિત્ર પર કાળો કલર કરી નાખ્યો. આ ઘટનાને લઈને મંદિર પ્રશાસન તરફથી કડક ઈંતેજામ કરવામાં આવ્યા છે. મંદિરના ભીંતચિત્રોના આસપાર બાઉન્સર અને પોલીસ તૈનાત કરવામાં આવી છે. ઘટના બાદ ડીએસપી અહીં પહોંચ્યા અને આગળની તપાસ શરૂ કરી છે.


પ્રતિમાની ઘેરાબંધી કરવામાં આવી
એક ભક્ત દ્વારા ભીંતચિત્રો તોડવાનો પ્રયત્ન કર્યા બાદ સાળંગપુરના રાજાની પ્રતિમાને વાંસથી ઘેરી દેવામાં આવ્યા છે અને મંદિરના સેવકોએ ભીંતચિત્રો પર રંગવામાં આવેલા કાળા કલરને ખસેડવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે.


બગીચામાંથી છૂપાઈને ચૂપચાપ પહોંચ્યો મૂર્તિ તરફ
ઘટના બાદ બોટાદના એસપી કિશોર બાલોલિયાએ જણાવ્યું કે હુમલાનો પ્રયત્ન કરનારા શખ્સની ઓળખ હર્ષદ ગઢવી તરીકે થઈ છે. મંદિરમાં પોલીસ તૈનાત છે. પણ કારણકે મંદિરનું પરિસર ખૂબ જ મોટું છે અને નજીકમાં જ પાર્કિંગની જગ્યા અને બગીચો પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડમાંથી છુપાઈને હનુમાનજીની મૂર્તિ નજીક પહોંચ્યો. પોલીસ હર્ષદને મૂર્તિથી દૂર લી ગઈ. આ વાતની તપાસ કરવામાં આવી રહી છે કે હર્ષદ ગઢવી સાથે અન્ય કોણ હતા અને કઈ ગાડીમાં આવ્યા હતા. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે.

વિવાદોનો વાતચીતથી લાવવો જોઈએ ઉકેલ
એસપી કિશોર બાલોલિયાએ કહ્યું કે આ વિવાદ છેલ્લા બે દિવસછી ચાલી રહ્યો છે. જો કોઈ વિવાદ છે તો તેને વાતચીતથી ઉકેલી શકાય છે. જેમને ભીંતચિત્રોના મુદ્દે વાંધો છે તેમણે મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરીને નિર્ણય લેવો જોઈએ. કોઈને માટે પણ કાયદો હાથમાં લેવો યોગ્ય નથી. અનેક તીર્થયાત્રીઓ રજાઓમાં અહીં આવે છે. હાલ આ વિવાદ થકી પીઆઈ સહિત 75 પોલીસકર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવી છે

Whatsapp-channel Whatsapp-channel

02 September, 2023 03:06 PM IST | Botad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK