Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > Vande Bharat Train Technical Fault: મુંબઈ આવતી વંદેભારત ટ્રેનના દરવાજા થયા લૉક, કલાક સુધી મુસાફરો અટવાયાં

Vande Bharat Train Technical Fault: મુંબઈ આવતી વંદેભારત ટ્રેનના દરવાજા થયા લૉક, કલાક સુધી મુસાફરો અટવાયાં

Published : 29 April, 2024 01:05 PM | IST | Ahmedabad
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Vande Bharat Train Technical Fault: દરવાજા ખૂલે તે માટે ટ્રેનની લાઈટ અને એસી વગેરે બંધ કરી દેવામાં આવ્યા હતા. પણ તેનાથી પણ દરવાજા ખૂલી શક્યા નહોતા

વંદે ભારત ટ્રેનની ફાઇલ તસવીર

વંદે ભારત ટ્રેનની ફાઇલ તસવીર


કી હાઇલાઇટ્સ

  1. મેન્યુઅલી દરવાજા ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો
  2. મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી જ બહાર કાઢવામાં આવ્યા હતા
  3. ટ્રેન કલાક સુધી સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ હતી

લોકો પ્રવાસ કરવા માટે વંદે ભારત ટ્રેનનો પ્રવાસ મોટેભાગે પસંદ કરતાં હોય છે. ખાસ તો આ ટ્રેન તેની સ્પીડ માટે મુસાફરોની પસંદ બની છે. પણ અવારનવાર વંદે ભારત ટ્રેનમાંથી ચોંકાવનારા સમાચાર (Vande Bharat Train Technical Fault) પ્રાપ્ત થતાં હોય છે. કોઇકવાર આ ટ્રેનો તેના ફૂડને કારણે તો કોઇકવાર પેસેન્જરની હરકતોને કારણે ચર્ચામાં આવે છે. પણ તાજેતરમાં જ ટેકનિકલ ફોલ્ટને કારણે તે ફરી ચર્ચામાં છે. 


એક કલાક સુધી સુરત સ્ટેશન પર અટકી ગઈ ટ્રેન



તમને જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ટ્રેનના દરવાજા અચાનક લૉક (Vande Bharat Train Technical Fault) થઈ ગયા હતા. જેને કારણે અંદર બેઠેલા મુસાફરોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત અહેવાલો અનુસાર સુરત રેલવે સ્ટેશન પર આ ટ્રેનના દરવાજા ખૂલી શક્ય નહોતા. જેને કારણે વંદે ભારત ટ્રેનમાં સવાર મુસાફરોને સુરતના રેલ્વે સ્ટેશન પર 1 કલાકથી અટવાવું પડ્યું હતુ. જોકે, ત્યારબાદ દરવાજા ખોલી દેવાયા હતા અને ટ્રેન આગળ વધારવામાં આવી હતી.


કેટલા વાગ્યે સુરત પહોંચી હતી ટ્રેન? ક્યારે થઈ શકી રવાના?

તમને જણાવી દઈએ કે અમદાવાદથી મુંબઈ જવા રવાના થયેલી વંદેભારત ટ્રેન આજે સવારે 8.20 કલાકે સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેમાં ટેક્નિકલ ખામી (Vande Bharat Train Technical Fault) સર્જાઇ હતી. જેને કારણે આ ટ્રેનના દરવાજા ખૂલ્યા ન હતા. એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી કે કોઈ મુસાફર અંદર જઈ શકતું નહોતું તો કોઈ બહાર પણ નીકળી શકતા નહોતા. લગભગ કલાક બાદ ટ્રેન આગળ રવાના કરાઇ હતી. 


વંદે ભારત ટ્રેનની લાઇટ, એસી પણ બંધ કરી દેવાયા

આ ખામી સર્જાઇ હતી ત્યારબાદ દરવાજા ખૂલે તે માટે ટ્રેનની લાઈટ અને એસી વગેરે બંધ કરી દેવામાં આવ્યા હતા. પણ તેનાથી પણ દરવાજા ખૂલી શક્યા નહોતા. ત્યારબાદ મેન્યુઅલી દરવાજા ખોલવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

ટ્રેનના એક કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો 

તમને જણાવી દઈએ કે મુસાફરોની હેરાનગતિને ધ્યાનમાં લેતા ટ્રેનના સી ૧૪ કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરત રેલ્વે સ્ટેશન પર અટકલેલી આ ટ્રેન (Vande Bharat Train Technical Fault)માં જે મુસાફરોને ઊતરવાનું હતું તેઓ ઊતરી શક્ય હતા. મુસાફરોને સી ૧૪ કોચના દરવાજામાંથી જ બહાર કાઢવામાં આવ્યા હતા. ટ્રેનને ત્યારબાદ  મુંબઈ જવા રવાના કરવામાં આવી હતી.

પૂર્વ મધ્ય રેલવેના તમામ વિભાગોમાંથી દોડાવાશે 11 વંદે ભારત ટ્રેન

બીજી બાજુ બિહારના પ્રવાસીઓ માટે પણ વંદે ભારત ટ્રેનને લઈને સારા સમાચાર છે. મુઝફ્ફરપુર સહિત પૂર્વ મધ્ય રેલવેના તમામ વિભાગોમાંથી 11 વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનો ચલાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટ્રેનો જૂન મહિનાથી ચાલી શકે છે. આ સિવાય જન શતાબ્દી અને શ્રમિક એક્સપ્રેસ ટ્રેનને કન્વર્ટ કરવાની યોજના બનાવવામાં આવી છે. આવી સ્થિતિમાં રેલવે લાઇનની તપાસ શરૂ કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 01:05 PM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK