Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ઉમરગામમાં ત્રણ ‍વર્ષની બાળકી પરના દુષ્કર્મના કેસમાં વલસાડ પોલીસે માત્ર નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી

ઉમરગામમાં ત્રણ ‍વર્ષની બાળકી પરના દુષ્કર્મના કેસમાં વલસાડ પોલીસે માત્ર નવ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી

Published : 07 September, 2024 07:35 AM | IST | Valsad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિત્રની દીકરીનું જાતીય શોષણ કરીને નાસેલા ગુલામ મુસ્તફાને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દક્ષિણ ગુજરાતના ઉમરગામમાં ત્રણ ‍વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં વલસાડ પોલીસે માત્ર નવ દિવસમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને આરોપી ગુલામ મુસ્તફા મોહમ્મદ ખલીફાને સજા થાય એ માટે પૂરતા પુરાવાઓ એકત્ર કરીને રજૂ કર્યા છે. ઉમરગામના ગાંધીવાડીમાં પાડોશમાં રહેતો ગુલામ મુસ્તુફા મોહમ્મદ ખલીફા તેના મિત્રની માસૂમ દીકરી પર દુષ્કર્મ આચરીને નાસી જતાં લોકોમાં રોષ ભભૂકી ઊઠ્યો હતો અને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. આ ઘટના બાદ નાસી ગયેલા આરોપીને વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના પાલઘરથી ઝડપી લીધો હતો. આ કેસ ફાસ્ટટ્રૅક કોર્ટમાં ચલાવવા દરખાસ્ત કરવામાં આવી હતી. વાપી અને ઉમરગામના પોલીસ-અધિકારીઓની તપાસ સમિતિએ આધાર-પુરાવાઓ સાથે ૪૭૦ પાનાંની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી છે. ગુજરાતના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગરીબ પરિવારની દીકરી પર જે ઘટના બની છે એમાં કેન્દ્ર સરકારના કાયદા અંતર્ગત આરોપીને કડકમાં કડક સજા મળશે.


Whatsapp-channel Whatsapp-channel

07 September, 2024 07:35 AM IST | Valsad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK