Valsad Factory Fire: દૂર દૂર સુધી અગ્નિ જ્વાળાઓ જોતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ આગ કેટલી ભયાવહ હતી
આગની પ્રતીકાત્મક તસવીર
વલસાડના ઉમરગામમાંથી આગ લાગવાની (Valsad Factory Fire) ભયાવહ ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અહીંના ઔદ્યોગિક વિસ્તારમાં એક પ્લાસ્ટિક ફેક્ટરી આવેલી હતી. તે પ્લાસ્ટિક ફેક્ટરીમાં આચનકથી આગ ફાટી નીકળી હતી.
ધીમે ધીમે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું
ADVERTISEMENT
જોત જોતમાં તો આ આગે (Valsad Factory Fire) એકદમ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ ખૂબ જ ભીષણ હતી. કારણકે આ આગની જ્વાળાઓ દૂર દૂર સુધી જોઈ શકાતી હતી.
આ આગ લગવાનું કારણ હજી પણ અકબંધ- અનેક ફાયર ગાડીઓ આવી ઘટના સ્થળે
વલસાડની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી આ આગ (Valsad Factory Fire)નું કારણ હજી સુધી જાણી શકયું નથી. દૂર દૂર સુધી અગ્નિ જ્વાળાઓ જોતાં સ્થાનિક રહેવાસીઓમાં ભય ફેલાયો હતો. આ પરથી અંદાજો લગાવી શકાય છે કે આ આગ કેટલી ભયાવહ હતી. આ અગ્નિ જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા અથાક મહેનત કરી હતી. આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઊઠવાઈ હતી.
આગ એટલી ફેલાઈ હતી કે તેને ઓલવવા માટે તાત્કાલિક ધોરણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ આગને કાબુમાં લેવા માટે ન માંત્ર ઉમરગામ પરંતુ વાપી, વલસાડ સહિત આસપાસના વિસ્તારની સુદ્ધાં ફાયર ટીમને બોલાવી લેવામાં આવી હતી.
આગમાં કોઈ જાનહાનિ થઈ નથી – રાહતના સમાચાર
ઉમરગામની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી આગ ભયાવહ રીતે ફેલાઈ હતી પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જ ઇજાઓ કે પછી જાનહાનિના અહેવાલ મળ્યા નથી. અત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અહીં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ છે. સ્થાનિક પ્રશાસન તંત્ર દ્વારા પરિસ્થિતિને સંભાળી લેવાઈ છે.
અત્યારે આ પ્લાસ્ટિક ફેક્ટરીમાં આગ (Valsad Factory Fire) કઈ રીતે ફાટી નીકળી તે બાબતે સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે. હજુ સુધી કારણ સામે આવ્યું નથી. અત્યરે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આગનું ચોક્કસ કારણ નક્કી કરી શકાયું નથી. પણ, કામગીરીને પગલે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
વલસાડ ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં ઘણી બધી પ્લાસ્ટિકની ફેક્ટરીઓ આવેલી છે. વળી પ્લાસ્ટિક ફેક્ટરી કે જ્યાં પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે, જેમ કે બોટલ, બેગ અને રમકડાં વગેરે. જ્યારે આવી ફેક્ટરીમાં આગ લાગે છે ત્યારે તે ભયાવહ રીતે ફેલાઈ જતી હોય છે. તેમાં પણ ઉમરગામ એ વલસાડ જિલ્લાનો એક એવો વિસ્તાર છે જ્યાં પુષ્કળ ફેક્ટરીઓ આવેલી છે. જ્યાં ન માંત્ર પ્લાસ્ટિક પરંતુ અન્ય ઘણા ઉત્પાદન થાય છે.