ગઈ કાલે શ્રી વલ્લભાચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ વૈષ્ણવો સાથે ધરણાં કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદમાં શ્રી વલ્લભાચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ વૈષ્ણવો સાથે ફિલ્મ સામે ધરણાં કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું. (તસવીર- જનક પટેલ)
હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયની ધાર્મિક લાગણી દુભાવતી અને OTT પ્લૅટફૉર્મ પર રજૂ થનારી ‘મહારાજ’ ફિલ્મ સામે અમદાવાદમાં ગઈ કાલે શ્રી વલ્લભાચાર્ય ગોસ્વામી રણછોડલાલજીએ વૈષ્ણવો સાથે ધરણાં કરીને વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
અમદાવાદમાં દોશીવાડની પોળમાં આવેલા પ્રથમગૃહનિધિ શ્રી નટવરલાલજી મંદિર, ગોસ્વામી હવેલીમાં ફિલ્મની સામે વિરોધ નોંધાવવા વૈષ્ણવો સાથે ધરણાં પર બેઠેલા ગોસ્વામી રણછોડલાલજીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જે લોકો પહેલાંથી આપણા ધર્મ પર, શિક્ષાપ્રણાલી પર લાંછન લગાડવા તત્પર હોય છે એવા લોકો દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ અશોભનીય, અભદ્ર અને અમારા ધર્મ પર લાંછન લગાડનારી છે. અમે એનો સખત વિરોધ કરીએ છીએ.’
ADVERTISEMENT
તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘ફિલ્મ અભદ્રતાથી યુક્ત, આપણા આચાર્યોને અને આપણી પરંપરાને વિકૃત રીતે કલંકિત કરી પોતાની વાત રજૂ કરી રહી છે. આ પ્રકારે ફિલ્મના મુદ્દા ન હોવા જોઈએ.’